અમદાવાદ,તા.૨૮
એએમસીને અનેકવાર ફરિયાદ કરવા છતાં કેમિકલ કંપનીઓ બેફામ બનીને લોકોના ઘરો સાથે જાડાતી ગટર લાઈનમાં કેમિકલયુક્ત પાણી છોડી રહી છે રબારી કોલોની નજીક આવેલી સરકારી શાળામાં ખારીકટ કેનાલ પાસે ઉભરાતી ગટરોમાંથી કેમિકલયુક્ત પાણી બાજુમાં આવેલી શાળા સકુંલમાં ઘુસી ગયું
શહેરમાં હાલ કેમિકલયુક્ત પાણી ઘર અને શેરીઓમાં પ્રવેશી રહ્યા હોવાથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. રબારી કોલોની નજીક આવેલી સરકારી શાળામાં ખારીકટ કેનાલ પાસે ઉભરાતી ગટરોમાંથી કેમિકલયુક્ત પાણી બાજુમાં આવેલી શાળા સકુંલમાં ઘુસી ગયું હતું. જેને પગલે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે.
છેલ્લા એક સપ્તાહમાં શહેરની ખારીકટ કેનાલ આસપાસની સોસાયટીઓમાં કેમિકલયુક્ત પાણી ઘુસી જતા જીવવું મુશ્કેલ બન્યું છે. આ સમસ્યા અંગે એએમસીને અનેકવાર ફરિયાદ કરવા છતાં કેમિકલ કંપનીઓ બેફામ બનીને લોકોના ઘરો સાથે જાડાતી ગટર લાઈનમાં કેમિકલયુક્ત પાણી છોડી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





