મંદિરના વૃદ્ધ પૂજારીની લૂંટના ઇરાદે હત્યા કરાતા ખળભળાટ

0
59

ભાણવડ,તા.૧૮
ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલા આશાપુરા મંદિરના વૃદ્ધ પૂજારીની ઘાતકી હત્યા કરીને અજાણ્યા શખ્સો આભૂષણો અને કિંમતી સામાનની લૂંટ ચલાવી નાસી છૂટતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વિગત એવી છે કે ઘુમલી ગામે આવેલા આશાપુરા મંદિરમાં વર્ષોથી હસુભાઈ નામના વડીલ વૃદ્ધ સેવા પૂજા કરે છે. તેઓ વહેલી સવારે નિત્યક્રમ પ્રમાણે મંદિરમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે અંદાજિત સાત વાગ્યે રાબેતા મુજબ ઈલેક્ટ્રીક ઝાલર અને નગારા સાથે આરતી ચાલુ કરી હતી.
આ દરમિયાન કોઇ જાણભેદુ નકશો શખ્સો આરતી ઉતારતા મહંત ઉપર ઘાતક હથિયારથી પ્રહાર કરીને મોતને ઘાટ ઉતારી દઈ આશાપુરા માતાજીની પ્રતિમા પરથી આભુષણો અને કિંમતી માલમતા ઉસેડી નાસી ગયા હતા. એટલું જ નહીં લુટારૂ શખ્સો પુરાવાનો નાશ કરવાના ઇરાદે સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક પણ ઉઠાવતા ગયા હતા.
જા કે એકાદ કલાક સુધી ઈલેક્ટ્રીક ઝાલર નગારા સાથેની આરતી ચાલુ જ રહેતા મંદિર નજીક આવેલી દુકાનના વેપારીને શંકા જવાથી મંદિરમાં જઈને જાતા લોહીલુહાણ હાલતમાં મહંત હસુભાઈનો મૃતદેહ નજરે પડયો હતો. જેથી ગ્રામજનોને એકત્ર કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY