ભાણીને ‘ધંધા’માં ધકેલનાર માસીને છ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું

0
119

સુરત,
તા.૬/૩/૨૦૧૮

નાનપુરાની સગીરાને દેહવ્યવસાયમાં ધકેલવાના આરોપમાં ઝડપાયેલી ૨૦ વર્ષીય માસીને પોલીસ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીને છ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે, બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. જેથી પોલીસે ફરિયાદ નોંધી છે.

નાનપુરા ટીમલિયાવાડમાં રહેતી અને જૈન મંદિરમાં સાફ સફાઇનું કામ કરતી વિધવાની ૧૫ વર્ષ અને ૮ મહિનાની પુત્રીનું તેની સગી માસીએ મુંબઈ ફરવા લઈ જવાના બહાને અપહરણ કરી ગયા બાદ તેની પાસે સાડા ત્રણ મહિના સુધી વેશ્યાવૃત્તિ કરાવી હતી. અઠવા લાઇન્સ પોલીસની ટીમે તરુણીના માસી અને ગ્રાહક ઉમાકાંત ઉર્ફે રમાકાંત ઉર્ફે પેટુ, શીલુસિંગ ઉર્ફે ભોલુસિંગ, ભાવેશ નિખાર અને મહેશ ઉર્ફે લાલુ કોળી પટેલની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. જજે તમામનાં તા. ૮મી સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે.

કોસાડ આવાસમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી હાલ અઠવા લાઇન્સ પોલીસના રિમાન્ડ તળે છે. જેના તબીબી પરીક્ષણમાં તેને છ માસનો ગર્ભ હોવાનું ફલિત થયું હતું. આ મુદ્દે અઠવા લાઇન્સ પોલીસે તેની પૂછપરછ કરી તો તેણે એવી કબૂલાત કરી હતી કે, કોસાડ આવાસમાં રહેતા રિક્ષાચાલક ભાવેશ રાજુ નિખારે પાંચેક મહિના પૂર્વે પોતાની સાથે લગ્ન કરવાની લાલચ આપી સંમતિથી શરીર સુખ માણ્યું હતું. ત્યાર બાદ લગ્ન કર્યાં ન હતાં. તો કોસાડ આવાસમાં જ રહેતા અન્ય એક યુવાન શીલુસિંગ મહેન્દ્રસિંગ રાજપૂતે આ યુવતીને તેની બહેનની પુત્રીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બળજબરીથી શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ ગુજાર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY