સોમવારે એલ સી બી પોલીસે લાછરસ માં જુગાર રમાડતા દંપતી ને પકડ્યા છતાં મંગળવારે તેજ ગામમાં રાજપીપલા પોલીસે બીજો જુગાર પકડ્યો…લાગે છે પોલીસ નો ડર…?!
નર્મદા પોલીસ હાલ ઘણા સમય થી દારૂ જુગાર પર ત્રાટકી રહી છે છતાં રોજ અલગ અલગ જગ્યા એ આ ધંધા ચાલતા જોવા મળે છે ત્યારે જગ્યા બદલી ને પોલીસ ની આંખ માં ધુળ નાખનારા આ બેનંબરિયા કોઈ ને કોઈ પેતરા અજમાવે છે જોકે જિલ્લા પોલીસ વડા બહુ કડક છે છતાં ક્યાંક ક્ષતિ હોવાના કારણે આ તત્વો ને ખુલલોદૌર મળતો હશે એમ લાગે છે ત્યારે આશ્ચર્ય ની વાત એ છે કે નાંદોદના લાછરશ ગામે સોમવારે જુગાર પકડાયો અને બીજેજ દિવસે ફરી એજ ગામમાં જુગાર પકડાય એ પોલીસ ની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે .શું આ બેનંબરિયા ને કોઈનો ડર નથી કે પોલીસ ની કામગીરી માં ક્યાંક ત્રુટીઓ છે …?!ગતરોજ ફરીવાર લાછરસ ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો માર્યો જેમાં અંગઝડતીના રૂપિયા 2020 સાથે યોગેશ ગણપત તડવી અને કમલેશ રમણ તડવી ને પકડી કાયદેશર કાર્યવાહી કરી હતી ત્યારે એમ લાગે છે કે પોલીસ વડા ભલે કડક,પ્રામાણિક અને નીડર હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ખામી છે જે દૂર કરવી પડશે .
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"