કર્મચારીઓ સાથે થતા અન્યાય બાબતે મેનેજમેન્ટ અને યુનિયન વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.
યુનિયનોનો આક્ષેપ કે મેનેજમેન્ટ દ્વારા બઢતી , બદલી, ખરીદી , વિગેરેમાં કરવામાં આવતા ભ્રષ્ટાચાર ને ઉઘાડો પાડતા હોય અમારા યુનિયન ના હોદ્દેદારો ને પ્રમોશન મળવા પાત્ર હોય તો પણ આપતા નરથી. અને ઉપરથી અમારા હોદ્દેદારોને મેમો, શોકોઝ , અને ચાર્જશીટ આપી અને સસ્પેન્ડ કરી સરમુખત્યારશાહી ચલાવે છે. અને લોકશાહીનું હનન કરી રહ્યા છે.


રાજપીપળા : હાલમાં જ સુરત સીટી સર્કલમાં પાલ સબ ડીવીઝન ખાતે એક કર્મચારી થાંભલા ઉપરથી પડી જતા અકસ્માતે મોત નીપજ્યું હતું. ડિજીવીસીએલના ઉચ્ચ મેનેજમેન્ટ દ્વારા તે બનાવને તક બનાવી લઇ ત્યાં સ્થળ ઉપર હાજર હતા. તે જુ.ઇજનેર અને કર્મચારીઓ કે જેમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ યુનિયન ના હોદ્દેદાર પણ હતા. તેમને કિન્નખોરી રાખી ટાર્ગેટ બનાવી. ખરેખર કોણ દોષિત છે. અકસ્માતનું શું કારણ છે ? તે પણ તપાસવાની તસ્દી ન લઈ ફક્ત ને ફ્ક્ત તેમાં યુનિયનના ઉચ્ચ હોદ્દેદાર હોય કિન્નાખોરી રાખી તુરંત અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ હતા
જેથી એન્જીનીયર એસોશીએશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ૨૭ ઑગસ્ટ ના રોજ આંદોલન ની નોટિસ આપેલ હતી. જે મુજબ તા. 1 લી સપ્ટેમ્બર ના રોજ સુરત સર્કલના ૨૨ સબ ડીવીઝન કચેરીના કર્મચારીઓ એ કાળી પટ્ટી પહેરી વિરોધમા ભાગ લીધો હતો. અને ત્યારબાદ આંદોલન નોટિસમાં આપેલ બીજો કાર્યક્રમ મુજબ તા ૦૮.૦૯.૨૦૧૮ ના રોજ સુરત સીટી સર્કલ ઓફિસ બહાર સુરત સીટી સર્કલના એન્જિનિયર એસોસિએશન અને એજીવીકેએસ યુનિયનના મુખ્ય હોદ્દેદારો કર્મચારીઓ અને ડિ જી વી સી એલ અને જી યુ વી એન એલ ના યુનિયનના ઉચ્ચ હોદ્દેદારોએ હાજર રહી મેનેજમેન્ટની તાનાશાહી સામે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
યુનિયનનો આરોપ છે કે યુનિયન દ્વારા વારંવાર મેનેજમેન્ટ સમક્ષ સલામતીના સાધનો માંાંગણી કરેલ છે. જે યુનિયન સાથેની ત્રણ ત્રણ વખત વડોદરા હેડ ઓફિસમા થયેલ મીટીંગમા ચેરમેન પંકજ જોશી અને એમ.ડી આંદ્રા અગ્રવાલ ની અધ્યક્ષતામાં કર્મચારીઓ ને સાધનો આપવા લેખીત બાંહેધરી મેનેજમેન્ટે આપી હતી. તેમ છતાં સલામતીના સાધનો આજદિન સુધી આપવામાં આવ્યા નથી. શહેરી વિસ્તારમાં પણ સીડીવાળું વાહન ફરજિયાત આપવાનું હોય છે. જેની મંજૂરી પણ મળેલ હોવા છતાં સુરત સિટી સર્કલના એસ.ઇ આર.એમ.પટેલ સાહેબ તે આપી શક્યા નથી. મેનેજમેન્ટના સક્ષમ અધિકારી તરીકે સુવિધાઓ ન આપવી તે સૌ પ્રથમ તેમની બેદરકારી બને છે. અને જેના કારણે જ આવા અકસ્માત બને છે. સદર કિસ્સામાં કર્મચારીના મોતના જવાબદાર એસ.ઇ.આર.એમ.પટેલ તથા કાર્યપાલક ઇજનેર ડી.એસ.પટેલ જ છે કારણ કે જો તેમને સેફટી બેલ્ટ અને સીડી વાળું વાહન પૂરું પાડ્યું હોત તો આ થાંભલા ઉપરથી પાડવાનો અકસ્માત બન્યો ન હોત. આમ યુનિયન ના મહામંત્રી ચિરાગ શાહ તથા એસ.સી. બાવીસીયા એ જણાવ્યું હતું 17 તારીખે યુનિયન દ્વારા સમગ્ર ગુજરાત ની સાતે વીજ કંપનીમાંથી યુનિયન ના સભ્યો વરાછા સ્થિત કોર્પોરેટ કચેરી ખાતે હજારોની સંખ્યામાં ઉમટી ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડ્યે અંધારપટ સર્જતાં પણ અટકશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




