ન્યુ દિલ્હી,તા.૨૧
પાકિસ્તાની હોકી ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન સીનિયરે કહ્યું કે, તેની ટીમ આ વખતે મેચ નહીં પરંતુ દિલ જીતવાના ઈરાદા સાથે પણ રમશે. હોકી વિશ્વ કપ ભુવનેશ્વરમાં ૨૮ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર સુધી રમાવાનો છે. પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૪ બાદ પ્રથમવાર ભારતમાં કોઈ હોકી ટૂર્નામેન્ટ રમશે. ભારત ૨૦૧૦માં હોકી વિશ્વકપની યજમાની કરી ચુકવ્યું છે.
ચાર વર્ષ પહેલા ભુવનેશ્વરમાં રમાયેલી ચેÂમ્પયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓએ દર્શકોને અભદ્ર ઈશારા કર્યા હતા. ત્યારબાદ બંન્ને દેશોના દ્વિપક્ષીય હોકી સંબંધોમાં ખટાસ આવી હતી. ત્યારબાદ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને પાકિસ્તાનના બે ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો. પાકિસ્તાનના હાલના કેપ્ટન રિઝવાન સીનિયરે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.
રિઝવાને લાહોરથી એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, જે ચાર વર્ષ પહેલા થયું, તે ન થવું જાઈએ. ત્યારે કેટલાક ખેલાડીઓ ભાવનાઓમાં વહી ગયા, પરંતુ આ પૂર્વ નિયોજીત ન હતું. આ વખતે અમે ટીમને કહ્યું કે, દર્શકો તરફ ધ્યાન આપવાનું નથી. ભુવનેશ્વરમાં સ્ટેડિયમ ખચાખચ ભરેલું હશે પરંતુ અમારે રમત પર ધ્યાન આપવાનું છે. તેણે કહ્યું, ભુવનેશ્વર આમ પણ અમારા માટે લકી રહ્યું છે. જ્યાં અમે ભારતને હરાવ્યું છે. આમ પણ ઘરઆંગણે રમવાનો દબાવ ભારત પર હશે, અમારા પર નહીં. અમે રમતની સાથે આ વખતે દિલ પણ જીતીને આવશું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




