પ્રથમ ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં : ૩૨૨ના ટાર્ગેટ સામે ઓસી.૧૦૪/૪

0
6

એડિલેડ,તા.૯
એડિલેડ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતે આપેલાં ૩૨૩ રનના ટાર્ગેટનો પહોંચી વળવા ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી. ચોથા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ૪ વિકેટ નુકસાન પર ૧૦૪ રન બનાવ્યાં છે. ત્યારે ભારતને જીતવા માટે ૬ વિકેટ તો ઓસ્ટ્રેલિયાને ૨૧૯ રનની જરૂર છે. અશ્વિન અને શમીને ૨-૨ વિકેટ મળી છે.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગની શરૂઆત પણ મુશ્કેલ થઈ. પહેલી ઓવરમાં બોલિંગ કરતા ઈશાંત શર્માએ બીજી જ બોલમાં એરોન ફિંચને ન્મ્ઉ આઉટ કર્યો. જા કે ફિંચે ડ્ઢઇજી લીધો અને રિપ્લેમાં સ્પષ્ટ થયું કે શર્માનો નો બોલ હતો. તે રીતે ફિંચને જીવનદાન મળ્યું. જા કે તે પછી ફિંચ ભાગ્યશાળી ન રહ્યો અને રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં પંતને કેચ આપી બેઠો. ફિંચ ૧૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
હેરિસ શમીની ઓવરમાં ૨૬ રને પંતના હાથ કેચ આઉટ થયો. ખ્વાજા પણ અશ્વિનની ઓવરમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો. ખ્વાજા માત્ર ૮ રને પેવેલિયન પરત ફર્યો. હેન્ડકોબ પણ સસ્તામાં શમીનો શિકાર બન્યો હતો. હેન્ડકોબ ૧૪ રને શમીની ઓવરમાં પુજારાના હાથે કેચ આઉટ થયો.
પુજારા અને રહાણે ચોથા દિવસે અલગ જ અંદાજમાં જાવા મળ્યાં. પુજારાએ શાનદાર ૭૧ રનની ઈનિંગ રમી પરંતુ રોહિત શર્મા માત્ર ૧ રન બનાવીને જ આઉટ થઈ ગયો. જે બાદ રહાણેએ શાનદાર હાફ સેન્ચુરી ફટકારી ભારતને બીજી ઈનિંગમાં ૩૦૭ રન બનાવ્યાં અને ઓસ્ટ્રેલિયાને જીત માટે ૩૨૩ રનનો ટાર્ગેટ આપ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને ૬ વિકેટ ઝડપી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY