રાજકોટમાં એન્જિનિયરિંગ હોલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી
રાજકોટ,તા.૨૫
આજે રાજકોટ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા આવી પહોંચ્યા હતા, જાપાને બુલેટ ટ્રેનને લઈ ફંડિંગ અટકાવાના સમાચારને લઈ તેણે નિવેદન આપ્યું હતું કે,બુલેટ ટ્રેન મામલે મીડિયા મારફત માહિતી મળી, ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીનનું વળતર મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. જાપાન મદદ નહીં કરે એવો કોઈ સવાલ નથી, જાપાન મદદ કરશે અને બુલેટ ટ્રેન દોડતી રહેશે
એન્જિનિયરિંગ હોલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રેલવે એન્જિનિયરિંગ, ડિફેન્સ અને શિપિંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તે સિવાય વિદેશમાંથી પાટ્ર્સ ઈમ્પોર્ટ કરવાના બદલે અહીંથી પાટ્ર્સ બનાવતા ઉદ્યોગપતિ સાથે વાત કરી રાજકોટના ઉદ્યોગને આગળ વધારવા નિર્ણય કર્યો હતો. રાજકોટ ગોંડલ રોડ પર નેશનલ હાઇવેના પ્રોજેકટ અંતર્ગત ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આગામી ડિસેમ્બર માસ સુધી ગોંડલ રોડ ચોકડી પર બ્રિજની કામગીરી શરૂ કરાશે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ધ્યાને રાખી ૧૨૦૦ મિટરનો ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




