ભારતમાં દર મિનિટે ૪૪ ભારતીય ગરીબીની રેખામાંથી બહાર નીકળી રહ્યા છે

0
71

ભારત હવે નથી વિશ્વનો સૌથી ગરીબ વસ્તી ધરાવતો દેશ,૨૦૨૨ સુધીમાં ત્રણ ટકાથી ઓછા લોકો ગરીબ રહી જશે
ન્યુ દિલ્હી,તા.૨૭
તમે આ સમાચાર વાંચવામાં જેટલું મોડું કરશો એટલામાં જ કેટલાંક ભારતીય અત્યંત ગરીબીમાંથી બહાર આવી જશે. દર મિનિટે ૪૪ ભારતીય અત્યંત ગરીબીની રેખામાંથી નીકળી રહ્યાં છે, જે દુનિયામાં ગરીબી ઘટાડવાની સૌથી ઝડપી ગતિ છે. પરિણામ સ્વરૂપે ભારતે સૌથી મોટી ગરીબ વસતીના દેશનું લેબલ ઉતારી દીધું અને મે ૨૦૧૮માં નાઇજીરિયાએ ભારતની જગ્યા લઇ લીધી.
જા હાલની આ જ ઝડપ યથાવત રહી તો ભારત આ વર્ષે આ યાદીમાંથી એક ક્રમાંક નીચે આવી ત્રીજા નંબર આવી જશે અને ડેમોક્રેટિક રિપÂબ્લક ઓફ કાન્ગો તેની જગ્યાએ બીજા નંબર પર આવી જશે. બ્રુકિંગ્સના એક બ્લોગમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસના એક રિપોર્ટ પ્રમાણે અત્યંત ગરીબી રેખાની નીચે એ વસતી આવે છે જેની પાસે જીવનનિર્વાહ માટે દરરોજ ૧.૯ ડોલર (૧૨૫ રૂપિયા) પણ હોતા નથી. અભ્યાસ કહે છે કે ૨૦૨૨ સુધીમાં ૩ ટકાથી પણ ઓછા ભારતીય ગરીબ રહેશે જ્યારે ૨૦૩૦ સુધીમાં દેશમાંથી અત્યંત ગરીબી ધરાવતી વસતી સંપૂર્ણપણે ખત્મ થઇ જશે.
બ્રુકિંગ્સના ‘ફ્યુચર ડેવલપમેન્ટ’ બ્લોગમાં પ્રકાશિત આ સ્ટડી કહે છે કે મે ૨૦૧૮ના અંતમાં અમારી ટ્રઝક્ટરીઝ પરથી ખબર પડી કે ભારતના ૭ કરોડ ૩૦ લાખ અત્યંત ગરીબ વસતીની સરખામણીએ નાઇજીરિયામાં ૮ કરોડ ૭૦ લાખ અત્યંત ગરીબ લોકો છે. નાઇજીરિયામાં જયાં દર મિનિટે ૬ લોકો અત્યંત ગરીબીની ઝપટમાં જઇ રહ્યા છે ત્યાં ભારતમાં આ સંખ્યા સતત ઘટતી રહી છે.
જા કે ગરીબી માપવામાં તફાવતના લીધે અત્યંત ગરીબ વસતીમાં ઘટાડની આકરણી ભારત સરકારની પોતાના આકરણ સાથે સરખાવી શકાશે નહીં. વર્લ્ડ બેન્કના મતે ૨૦૦૪ થી ૨૦૧૧ની વચ્ચે ભારતમાં ગરીબી કુલ વસતીના ૩૮.૯ ટકાથી ઘટીને ૨૧.૨ ટકા થઇ ગઇ હતી. (૨૦૧૧ની પર્ચેસિંગ પાવર પેરિટી દરરોજ ૧.૯ ડોલર એટલે કે અંદાજે ૧૨૫ રૂપિયા જ હતી.)
આ અભ્યાસ પ્રમાણે દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રના દેશોમાં ઝડપથી ગરીબી ઘટવાના પુરાવા સામે આવી રહ્યા છે. અભ્યાસ પ્રમાણે તેનું મુખ્ય કારણ ભારત, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, ચીન અને પાકિસ્તાનમાં દરેક વ્યÂક્તની આવકમાં ઝડપી વૃદ્ધિ છે. તદઉપરાંત ભારત અને ચીને ગરીબીની સાંકળ તોડીને બહાર નીકળનાર લોકોની કુલ સંખ્યાની દ્રÂષ્ટથી સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY