રેશનકાર્ડ ધારકોનો ફિંગર પ્રિન્ટનો ડેટા ૭ લાખમાં કલ્પેશે ખરીદ્યો હતો

0
243

નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ગરીબ લોકોને સસ્તા ભાવે અનાજ આપવાની સરકારની પહેલને હજુ તો દોઢ જ વર્ષ થયો હતો તેમાં લોકોએ મસમોટું કૌભાંડ કરી નાખ્યું હતું. લોકો સુધી અનાજ પહોંચી શકે અને તેમાં કોઈ ગરબડી ન થાય તે માટે જે બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી, તેમાં જ ગરબડી કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં સામેલ વધુ બે આરોપીઓની સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પકડાયેલા કલ્પેશ શાહે ટેરા કંપનીના પેટા કોન્ટ્રાક્ટરના કર્મચારી પાસે રૂ. ૭ લાખમાં લોકોના ફિંગર પ્રિન્ટનો ડેટા ખરીદ કર્યો હતો.
ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર, લોકોના નામે અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં સોફ્ટવેર એન્જિનિયર મયૂર રાજેન્દ્ર શર્મા અને કલ્પેશ ચંદ્રકાંતભાઈ શાહની ધરપકડ કરી હતી. રાજય સરકારે લોકોને સસ્તું અનાજ આપવા માટે તેમના ફિંગર પ્રિન્ટનો ડેટા એકત્ર કરવાનું કામ ચાર ઝોનમાં ટેરા સોફટ, સીલવર ટચ, દેવકિશન અને જે.આઈ.એલ.ને સોંપ્યું હતું. ટેરા કંપનીએ એક પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY