અમેરિકા સાથે વેપાર સંબધો સુધારવા ભારતનો પ્રસ્તાવ

0
81

ટ્રેડ વોર વચ્ચે ભારતની અમેરિકા પાસેથી ૧૦૦૦ વિમાન અને વધુ ઓઇલ ખરીદવાની ઓફર

અમેરિકા આ ઓફર સ્વીકારશે તો ભારતે વિમાન માટે દર વર્ષે ૫ાંચ બિલિયન ડોલર અને ઓઇલ માટે ચાર બિલિયન ડોલર

વેપાર યુદ્ધની વચ્ચે અમેરિકાની સાથે પોેતાના સંબધો સુધારવા માટે ભારતે એક ઓફર કરી છે. આ ઓફર હેઠળ ભારત અમેરિકા પાસેથી ૧૦૦૦ નાગરિક વિમાન આગામી સાતથી આઠ વર્ષમાં ખરીદશે. આ ઉપરાંત અમેરિકા પાસેથી ગેસ અને ઓઇલ પણ વધારે ખરીદવામાં આવશે. ગયા સપ્તાહમાં વાણિજય પ્રધાન સુરેશ પ્રભુએ અમેરિકાના વાણિજય પ્રધાન સાથેની બેઠકમાં આ વાત જણાવી હતી.

બીજી તરફ રવિવારે અમેરિકાના વેપારનું પ્રતિનિધિત્વ કરનારા માર્ક લિંસકોટ વાણિજય મંત્રાલયના અધિકારીઓની સાથે બંને દેશો વચ્ચેના વેપારની સમસ્યાઓના નિકાલ માટે મંત્રણા કરશે.
ભારતે તાજેતરમાં જ અમેરિકામાંથી આયાત થતી ૨૯ વસ્તુઓ પરની આયાત ડયૂટી વધારવાનો નિર્ણય લીધો છે. ભારત અમેરિકાને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે તેણે આયાત ડયૂટી વધારવાનો નિર્ણય ડબ્લ્યુટીઓ પાસેથી મળેલા અધિકારનો પ્રયોગ છે.

ઉલ્લેખનીય છે કે ૬ જુલાઇના રોજ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણ પોતાના અમેરિકન સમકક્ષો સાથે વાત કરશે. જેમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે ચાલી રહેલી તંગદિલી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ભારતે ૨૯ વસ્તુઓ પર વધારેલી આયાત ડયૂટી ચોથી ઓગસ્ટથી અમલમાં આવશે. ભારતે કરેલી ગણતરી મુજબ તે વિમાન ખરીદવા માટે દર વર્ષે અમેરિકાને ૫ બિલિયન ડોલર અને ઓઇલ તથા ગેસની ખરીદી માટે ૪ બિલિયન ડોલર ચૂકવવા માટે તૈયાર છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY