સુરત,
19/02/2018
દારૂના નશામાં તોફાન કરતાં શખ્સો શહેર માથે લઈને ફરી રહ્યા છે. કાપોદ્રા ચીકુવાડી ત્રણ રસ્તા સી.એન.જી. પંપ પાસે સિંગનલ બંધ થઈ જવા છતાં પણ નિયમ ભંગ કરી ટ્રાફિક ને નડતર થાય તે રીતે વચ્ચે ઉભા રહી ગયેલાં સ્કોર્પિયો કારના ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ ને કાર પાછળ લેવાનું કહેવા આવેલા ટી.આર.બી. જવાનને માર માર્યો હતો.જાહેરમાં ટી.આર.બી.જવાનોની ધોલાઈ દરમ્યાન ત્યાંથી પસાર થતા ટ્રાફિક એ.સી.પી.એ ત્રણેય હુમલાખોરોને ઝડપી લીધા હતા. ત્રણ પૈકી બે શખ્સો દારૂના નશામાં ધુત્ત હોવાનું જણાઈ આવતાં પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહી.નો કેસ પણ અલગથી નોંધ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી હકીકત પ્રમાણે ટી.આર.બી. જવાન તરીકે ફરજ બજાવતો અતુલ સૈદાણે તેના સાથી ટી.આર.બી. શૈલેશ સાથે શનિવારે સાંજે કાપોદ્રા ચીકુવાડી ત્રણ રસ્તા નજીક સી.એન.જી. પંપ પાસે ટ્રાફિક નિયમન કરાવી રહ્યા હતા. સાંજે પોણા નવ વાગ્યાના અરસામાં તેમની સાથે એક બનાવ બન્યો હતો. કામરેજથી કાપોદ્રા તરફ જતું સિંગનલનો સમય પૂરો થતાં વાહનચાલકોને ઊભા રહેવાનો ઈશારો કરી જે ખુલેલા બીજા સિંગનલના વાહનચાલકોને આગળ વધવાનો ઈશારો કર્યો હતો. સિંગનલ બંધ થઈ જવા છતાં એક કાર ત્યાં પૂરઝડપે ધસી આવી હતી અને સિંગનલ તોડી રસ્તા વચ્ચે નડતરરૂપ ઊભી રહી ગઈ હતી. સામેથી આવતાં વાહનોને અવર જવરમાં સમસ્યા ઉભી થાય તેમ હોઈ આ જવાન આ કાર પાસે ગયો હતો અને કારને પાછળ લેવા વિનંતી કરી હતી. કારમાંથી ત્રણ પુરુસો બહાર આવ્યા હતા અને આ ટી.આર.બી. જવાનો સાથે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. મારામારી કરી રહેલા આ શખ્સો દારૂના નશામાં પણ હોવાનું જણાઈ આવ્યું હતું. ટી.આર.બી. જવાનો સાથે આ માથાકુટ ચાલી રહી હતી તે દરમ્યાન જ ત્યાંથી ટ્રાફિકના એ.સી.પી. ઝેડ.એ. શેખ પસાર થઈ રહ્યા હતા. તેમણે અહીં તોફાન કરી રહેલા ત્રણેય હુમલાખોરોને ઝડપી લીધા હતા. દરમ્યાન કાપોદ્રા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. ત્રણેય વિરુદ્ધ ફરજમાં રુકાવટ બદલ ગુનો નોંધી મોટાવરાછા લજામણી ચોક મહિલા નગરમાં રહેતાં શોહેલ સુલતાન ઢીમ, ગોપીનાથ સોસાયટીના વિશાલ બાબુ રાધડિયા અને એ.કે. રોડ સાધના વિહાર સોસાયટીના ધનસુખ સવજી હસાણીની ધરપકડ કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"