ન્યુ દિલ્હી,તા.૧૨
ભારતમાં કેટલાક રસીકરણના કાર્યક્રમનોની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ છે. આ દરમિયાન યુનિસેફ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેઈઝેશન મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ભારત પોલીયો મુક્ત છે અને સરકારી દ્વારા આયોજિત રોગપ્રતિકારક કાર્યક્રમમાં અપાતી તમામ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે.
કેટલીક અફવાઓ હતી કે પોલીયોની વેકિસનમાં વાયરસ છે અને જેના પગલે સરકારના રોગપ્રતિકારક કાર્યક્રમમાં અપાતી પોલીયો સહિતની વેક્સીન સામે સવાલા પેદા થયા હતા, જેના પગલે લોકોનો ભરોસો તૂટે તેમ હતો, ત્યારબાદ યુનિસેફ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાયેલી ઉપરોક્ત સ્પષ્ટતા મહત્વની માનવામાં આવી રહી છે.
કથિત અફવા અનુસાર સરકાર નિયમિત રીતે પોલીયો રસીકરણ કાર્યક્રમ અતંર્ગત દેશના લાખો-કરોડો બાળકોને પોલીસ વેકિસનના બે-બે બૂંદ પીવડાવતી હતી. એ વેકિસનમાં જ ટાઈપ-૨ પોલીયો વાયરસ હતો. દાવો છે કે આ વાયરસ વેકિસન દ્વારા ઉત્તરપ્રદેશમાં લગભગ ૮ લાખ બાળકોમાં પ્રવેશ ગયો છે. જાકે, યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંગઠનની સ્પષ્ટતા બાદ સરકારે રાહતના શ્વાસ લીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા દેશમાં ૨૦૧૪માં પોલીયો જડમૂળથી નાબૂદ કરાયાનો દાવો કરાયો હતો,જેને ફરી આજે યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા સમર્થન અપાયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




