દુબઈ,તા.૧૪
એશિયા કપની ૧૪મી સીઝનમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ યૂએઈ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા એશિયા કપમાં સૌથી વધારે ૬ વખત ખિતાબ જીતી ચૂકી છે. એવામાં આ વખતે પણ ખિતાબ માટે સૌથી મોટી ટીમ ઉભરીને સામે આવી છે. ત્યારે વિરેન્દ્ર સેહવાગે એશિયા કપ કોણ જીતશે તેને લઈને ભવિષ્યવાણી કરી છે.
સેહવાગે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત જ આ વખતે પણ એશિયા કપ જીતશે. મીડિયા સાથે વાત કરતાં સેહવાગે કહ્યુ કે, શ્રીલંકાની ટીમ પહેલા જેવી રહી નથી. પાકિસ્તાનનું ખબર નથી કે કયારેક સારું રમશે અને કયારેક ખરાબ. એવામાં એ જ ટીમ છે જે સતત સારું પ્રદર્શન કરી રહી છે અને તે છે ભારત. ભારતમાં હોય કે ભારતની બહાર ભારતે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે.
સહેવાગનું માનવું છે કે, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવી નાની ટીમ આ વખતે કોઈ મોટો ઉલટફેર નહીં કરી શકે. સહેવાગે કહ્યુ કે, બાંગ્લાદેશે ભારતને પહેલા પણ હરાવ્યું છે. પાકિસ્તાન એવી ટીમ છે જે વનડેમાં કોઈ પ ટીમને ગમે ત્યારે હરાવી શકે છે. લિમિટેડ ઓવર ક્રિટેની મજા જ એ છે કે, તમે એ નથી કરી શકતા કે કઈ ટીમ ફેવરીટ છે. જાકે ભારતીય ટીમ હાલમાં દેશ હોય કે વિદેશ તમામ જગ્યાએ સારું પ્રદર્શન કરી રહી છે એવામાં ટૂર્નામેન્ટમાં ભારતનો દબદબો જાવા મળી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



