ભારત દેશમાં નેતાઓ જ જનતાને ગેરમાર્ગે દોરે છે : સર્વે

0
79

વાશિંગ્ટન,તા.૧૪
ભારત દેશમાં મોટાભાગનાં લોકો એવું માને છે કે, દેશના નેતાઓ જ જનતાને ગેરમાર્ગે દોરે છે. તાજેતરમાં થયેલા એ સર્વેમાં આ વિગતો બહાર આવી છે.આઇપીએસઓએસ (IPS OP) સંસ્થા દ્વારા દેશમાં ૧૯,૦૦૦ ઉત્તરદ્દાતાઓને આ વિશે પુછવામાં આવ્યુ હતું અને આ સર્વેના તારણોમાં મોટાભાગના નાગરિકોએ એવું જણાવ્યુ કે, દેશમાં નેતાઓ જ જનતાને ગેરમાર્ગે દોરે છે. સર્વેમાં ૫૭ ટકા લોકોએ નેતાઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ૪૭ ટકા લોકો એવું માને છે કે, મીડિયા લોકોને ગેરમાર્ગે દોરે છે જ્યારે ૪૪ ટકા લોકો એવુ માને છે કે સોશિયલ મીડિયાને કારણે લોકોની આ પરિસ્થિતિ છે.
આ સર્વેમાં લોકોને ફેક ન્યૂઝ વિશે પણ પુછરવામાં આવ્યુ હતુ. જેમાં લોકોએ જણાવ્યુ કે, તેઓ નિયમીત રીતે ફેક ન્યૂઝ વાંચે છે અને આમાંથી ૫૦ ટકાથી લોકો આ ફેક ન્યૂઝને પ્રથમ દ્વિસ્ત એ સાચા માની લે છે. પણ પાછળથી તેમને ખ્યાલ આવે છે કે, એ ફેક ન્યૂઝ હતા. ખોટા હતા.
૭૨ ટકા લોકો એવું માને છે કે, મીડિયા દ્વારા જે સમાચાર દર્શાવવામાં આવે છે તે ખોટા હોય છે. ૫૫ ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યુ કે, પ્રથમ દ્વિસ્ત એ વાંચવામાં આવતી સ્ટોરી સાચી માની છે પણ પછીથી તે ખોટી સાબિત થાય છે.
આ સર્વેમાં લોકોએ ફેક ન્યૂઝ વિશે પણ અલગ અલગ મંતવ્યો આપ્યા હતા. ૫૫ ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યુ કે, મીડિયા અને રાજકારણીએ તેમને અનુકૂળ હોય તેવી સ્ટોરી પર પકડે છે અને ફેલાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY