અમરોલીમાં સગી દિકરી પર બળાત્કાર ગુજારનાર પિતાને પોલીસે ઝડપી પાડ્યો

0
112

૧૫ વર્ષની દિકરી સાથે અવાર નવાર દુષ્કૃત્ય આચરવામાં આવતું હતું.
સુરત, તા.૧૪
અમરોલી વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પિતાએ પોતાની સગી દિકરી પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયા હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકે નોધાતા પોલીસે નરાધમ પિતાને શોધી ધરપકડ કરી હતી. જોકે, અમરોલી પોલીસે સ્મીમેર હોસ્પિટલ ખાતે પિતા-પુત્રીનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હોવાની વિગત જણાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. તેમને એક ૧૫ વર્ષની પુત્રી છે. ગત તા.૮મી જુન ૨૦૧૮ થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમ્યાન સગીર પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપી અલગ-અલગ દિવસની રાત્રિ દરમ્યાન ઘરમાં બધા સૂઈ ગયા બાદ તેનું મોઢું દબાવી અવર-નવર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી માર મારી ફરાર થઈ ગયો હતો. અમરોલી પોલીસ મથકે માતાએ ફરિયાદ નોધાવતા નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી સ્મીમેર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY