એસ-૪૦૦ ડીલઃ ભારત અમેરિકા માટે ડિપ્લોમેટિક કેમ્પેન શરૂ કરશે

0
7

ન્યુ દિલ્હી,તા.૭
રશિયાની સાથે એસ-૪૦૦ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ડીલ ઉપર ભારતની મહોર લાગ્યા પછી ભારતની તૈયારી અમેરિકાને સાધવાની છે. એક સમાચાર પ્રમાણે ભારત હવે મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક મિલિટરી કેમ્પેયન કરીને અમેરિકાને ૫.૪૩ અરબ ડોલર અધિગ્રહણ માટે ડીલમાં છૂટ આપવાની માંગ કરવા વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયની રાહ જાયા બાદ ભારત અને રશિયા વચ્ચેની દ્વિપક્ષીય વાતચીતમાં આ ડીલ ઉપર મહોર લાગી છે. ભારતે રશિયા સાથે એસ-૪૦૦ ઉપરાંત સાત સમજૂતી કરાર કર્યા છે.
ભારતના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતે ટ્રમ્પ પ્રશાસનને એ વાતનો વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ હથિયારની સિસ્ટમની ઓપરેશનલ ગુપ્તતાથી કોઇ સમજૂતી નહીં કરે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે અમેરિકાને એ પણ કહ્યું છે કે તેઓ ટેકિનકલ રીતે મજબૂતી બનાવી રાખશે. કોઇપણ દેશની ગુપ્ત માહિતી કોઇ ત્રીજા દેશને નહીં આપે. ભારત તરફથી એ કહેવામાં આવ્યું છે કે, બે દેશો વચ્ચે થયેલી સમજૂતી સાથે ઇન્ટેલેકિયુંઅલ પ્રોપર્ટી રાઇટનું સન્માન કરે છે.
સિકિયોરિટી ઉપર બનેલી કેબિનેટ કમિટી દ્વારા ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસ એસ-૪૦૦ ડીલને લઇને સહમતિ મળ્યા બાદ અધિકારીઓ દ્વારા અનેક વખત અમેરિકાની મુલાકાત કરવામાં આવી છે. તેમને ડીલ માટે રાજી કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. ૨૨-૨૩ ઓગસ્ટે એક ઉચ્ચ સ્તરીય ટેકિનકલ ટીમમાં ટોપ અધિકારીઓએ ભારતીય વાયુ સેનાના ડેપ્યુટી ચીફ એર માર્શલ આર નાંબિયારના નેતૃત્વમાં અમેરિકાનો પ્રવાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બરમાં સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાની મુલાકત લીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY