સિંહોને બચાવવા હવે વનવિભાગ કુતરાઓનું રસીકરણ કરશે

0
72

અમદાવાદ,તા.૭
ગીર અભ્યારણમાં છેલ્લા થોડાં સમયમાં કુલ ૨૩ સિંહોના મોત થયા છે. આ તમામ સિંહોના મોત દલખાણિયા રેન્જના કરમદડી રાઉન્ડના રોણીયા વિસ્તારમાં નોંધાયા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી-પુના ખાતે મૃત સિંહોના નમુના મોકલવાયા જેમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગ કુતરાઓ માંથી ફેલાય છે. જે બાજ હવે અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરવામાં આવી છે.
પશુપાલન વિભાગ અને વનવિભાગ વચ્ચે શનિવારે બેઠક મળી જેમાં પશુઓના અને કુતરાના રસીકરણ મામલે ચર્ચા થઇ છે. વનવિભાગ દ્વારા કુતરાઓના રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વનવિભાગના અધિકારીઓ પ્રમાણે સૌપ્રથમ દલખાણિયા રેન્જની આસપાસના ૨૦ ગામોના કુતરાઓને રસી આપવામાં આવશે. જે મામલે વનવિભાગ દ્વારા એક જાહેર વિનંતી કરતી પત્રિકા પણ બહાર પાડવામાં આવી જેમા અપીલ કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે પશુ ડોક્ટર અને તેની ટીમ ગામમાં આવે ત્યારે લોકો તેમના પાલતુ કુતરાને લઇને આવે અને આ કુતરાઓને રસીકરણ કરવા અને ગુજરાતના ગૌરવસમાં સિંહોને બચાવવાના અભિયાનમાં જાડાય.
દલખાણિયા રેન્જનાં રોણિયા વિસ્તારને ‘એપી સેન્ટર’ માનીને તેની આસપાસનાં ૫ કિલોમીટર વિસ્તારમાં રહેતા સિંહોના નમૂના લેવામાં આવ્યા છે. જે નમૂનાઓને પુના, ઉત્તરપ્રદેશ અને ગાંધીનગર ખાતે આવેલી લેબમાં અલગ-અલગ રોગની ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. સિંહોના બ્લડ અને સ્વેપના નમૂના લેવાનો પ્રથમ તબક્કો પુરો થઇ ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY