ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઉત્કૃષ્ઠ શિક્ષણ સેવાઓ બદલ જિલ્લા-તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા છ શિક્ષકોને સન્માનિત કરાયા.
પ્રખર તત્વચિંતક,વિધ્વાન અને શિક્ષણ શાષાી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં યોજાતા પાંચમી સપ્ટેમ્બર શિક્ષકદિનના શુભ અવસરે જિલ્લા વહિવટીતંત્ર – ભરૂચના ધ્વારા ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઉત્કૃષ્ઠ સેવાઓ બદલ જિલ્લા-તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા છ શિક્ષકોનું ‘‘શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ” થી સન્માનિત કરવાનો સમારોહ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ના અધ્યક્ષપણા હેઠળ ભરૂચના પંડિત ઓમકારનાથ ટાઉનહોલ ખાતે યોજાયો હતો.

રાજ્ય કે રાષ્ટ્રની પ્રગતિનું માપદંડ શિક્ષણ છે, શિક્ષણ જ સર્વાંગી વિકાસ માટેનો મુખ્ય પાયો છે. બાળક શરૂઆતની ઉંમરમાં જે શિક્ષણ મેળવે છે તેની અસર તેના સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે શિક્ષક એ માત્ર વર્ગખંડમાં ભણાવવાનું કાર્ય કરનાર વ્યક્તિ જ નહી સમાજનું ઘડતર, સદગુણનું સિંચન અને ભાવિ પેઢીના સર્વાંગી વ્યક્તિત્વના વિકાસનો સર્જનકર્તા છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ મોદીએ શિક્ષણની જ્યોત જલતી રાખવા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા અભૂતપૂર્વ કાર્યક્રમો યોજતા જેને કારણે અનેક સારા પરિણામો હાંસલ કરી શક્યા છે,શિક્ષણ દિન ઉજવણી સમારંભમાં રીટાબેન શંકરલાલ પટેલ (પ્રાથમિક શાળા દુવાપુરા બોરીદરા), નિર્મળાબેન ભગવાનદાસ પટેલ(પ્રાથમિક શાળા બોઇદરા આંબોલી) ને જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તથા ઘનશ્યામ માધવસિંહ ગોહિલ(પ્રાથમિક શાળા અંગારેશ્વર), શ્રી સેજલકુમાર શશીકાંત ચોકસી(મુખ્ય પ્રાથમિક શાળા નાંદરખા), ચંન્દ્રસિંહ છીતુ વાંસીયા(પ્રાથમિક શાળા મોરતલાવ), સુષ્માબેન પ્રવિણ ભાટીયા(પ્રાથમિક શાળા દુવાપુરા, બોરીદરા) ને તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા મહાનુભાવોના વરદહસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. શ્રેષ્ઠ શિક્ષક ઘનશ્યામસિંહ માધવસિંહ ગોહિલ અને નિર્મળાબેન ભગવાનદાસ પટેલે સન્માન બદલ આભાર વ્યક્ત કરી પોતાનો પ્રતિભાવ રજૂ ર્ક્યો હતો.

આ પ્રસંગે જિલ્લામાં ૬૦ જટેલાં શિક્ષકોને પુરા પગારમાં સમાવિષ્ટ કરતાં તેઓને હુકમની નકલ સાંસદ તથા મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત રાજ્ય સરકાર ધ્વારા ભરૂચ જિલ્લાના ખનીજ ખનન પ્રક્રિયાથી અસરગ્રસ્ત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે બી.એમે. એફ. પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરવાના ઉદ્દેશથી વીસ પ્રાથમિક શાળાઓમાં સીત્તેર વર્ગખંડો અને બે પ્રાથમિક શાળામાં બે કુમાર શૌચાલયો અને બે પ્રાથમિક શાળાઓમાં બે કન્યા શૌચાલય અને એક પ્રાથમિક શાળામાં એક મધ્યાહન ભોજનખંડ મંજૂર થતાં જે માટે રૂા.૬,૬૪,૨૯૮,૫૧/- પુરાની વહીવટી મંજૂરી મળેલ, જેની ગ્રાન્ટ પેટે રૂા.૧,૬૬,૦૭,૪૬૭/- પુરાનો ચેક સાંસદ મનસુખ વસાવાના હસ્તે પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાને એનાયત કરવામાં આવ્યો હતો.
આ શિક્ષકદિન ઉજવણી સમારંભમાં જિલ્લા કલેકટર રવીકુમાર અરોરા,જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે,જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ-અંકલેશ્વરના શિક્ષણ સમિતિના ચેરમેન,આગેવાન પદાધિકારીઓ, તમામ સંઘના હોદ્દેદારો, જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સાહિત્યકાર સ્વ. ભગવતીકુમાર શર્માના નિધનથી શોકની લાગણી વ્યક્ત કરી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.
રિપોર્ટર: અંકિતા પાટણવાડિયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






