ભરૂચ શહેર નજીક ના ચાવજ ગામ પાસે આવેલ વિડીઓકોન ઇન્ડસ્ટ્રીઝ લી, પાસે બાકી નીકળતા પગાર માટે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી.
આજ રોજ ગુજરાત કામદાર સમાજ ના નેજા હેઠળ ભરૂચ શહેરના ચાવજ ગામ પાસે આવેલ વિડીઓકોન ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડ કંપનીમાં કામ કરતા ૧૮૧ જેટલાં કામદારો અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવે છે. પરંતુ કંપની મેનેજમેન્ટ દ્રારા છેલ્લા ત્રણ મહિનાથી કંપનીમાં ફરજ બજાવતાં કામદાર ભાઈઓને દર મહિનાનો પગાર નિયમિત નહીં ચૂકવાતા આ મોંઘવારીના સમયમાં કામદારોની હાલત કફોડી બની છે.
કંપની દ્રારા છેલ્લાં ત્રણ માસનો પગાર ચુકવવામાં આવેલ નથી જેથી કામદાર ભાઈઓને પોતાના ઘરનું ગુજરાન તેમજ હાલમાં ચાલુ થયેલ સ્કૂલ સત્રમાં બાળકોની સ્કૂલ ફી અને ચોપડાઓ લાવવામાં પણ ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.જેથી કંપની મેનેજમેન્ટ દ્રારા કામદારોના બાકી નીકળતા પગારના નાણાં વહેલી તકે નહીં કરવામાં આવે તો કામદારો માં રોષનું વાતાવરણ ફેલાય તેમ છે.અને ઔદ્યોગિક અશાંતિ સર્જાય તેમ છે જેની રજૂઆતો કંપની કામદારો દ્રારા આસી, લેબર કમિશ્નર ભરૂચ ને લેખિત અને મૌખીક કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતાં આજ રોજ વિડીઓકોન કંપનીના કામદારો દ્રારા ભરૂચ જિલ્લા કલેકટર રાવીકુમાર અરોરા ને આવેદનપત્ર પાઠવી કામદારોના હકમાં ઘટતું કરવા રજૂઆતો કરી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





