ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કલસાર બંધારા જળાશય યોજનામાં ભરપુર સપાટી લેવલે પાણી ભરાવાની શક્યતા

0
10

ભાવનગર સોમવાર કાર્યપાલક ઇજનેર, ક્ષાર અંકુશ વિભાગ, એસ-૩, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર આથી જાહેર જનતાને વિનંતી કરે છે. ચાલુ વર્ષ-૨૦૧૮નાં ચોમાસા દરમ્યાન કલસાર બંધારા જળાશય યોજનામાં ભરપુર સપાટી લેવલ એટલે કે ૦૫.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ) સુધી પાણી ભરાવાની શકયતા છે.

ઉપરોકત પરિસ્થતિને ધ્યાને લઇ ઉપરવાસમાં જળાશય વિસ્તારમાં ખેતી તેમજ અન્ય કોઇ પ્રવૃતિ કરવી નહી. તેમજ ઢોર ઢાંખરને આ વિસ્તારથી દુર રાખવા તથા આ યોજનાની નીચાણવાસનાં કલસાર, નૈપ ગામનાં લોકોને ભારે પુર વખતે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY