શ્રમ અને રોજગાર વિભાગ ધ્વારા ભરૂચની જે.પી.કોલેજ ખાતે કલસ્ટરવાઇઝ ભરતી મેળો યોજાયો .

0
223

વિશેષ પ્‍લેસમેન્‍ટને ધ્‍યાને લઇ નોકરીદાતાઓને પ્રશંસાપત્રનું વિતરણ

કલસ્‍ટરવાઇઝ ભરતી મેળામાં કુલ ૩૧ નોકરીદાતાઓ હાજર રહી કુલ ૨૩૬૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

શ્રમ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગર હેઠળની, જિલ્લા રોજગાર કચેરી – ભરૂચ અને નર્મદા ધ્‍વારા સંયુક્‍તપણે આયોજીત કલસ્‍ટરવાઇઝ ભરતી મેળો જે.પી.સાયન્‍સ એન્‍ડ આર્ટસ કોલેજ – ભરૂચ ખાતે ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ અને વાગરાના ધારાસભ્‍યશ્રી અરૂણસિંહ રણાની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ અને વાગરાના ધારાસભ્‍યશ્રી અરૂણસિંહ રણા દ્વારા ઉમેદવારોને રોજગાર એનાયતપત્રો તથા વિશેષ પ્‍લેસમેન્‍ટને ધ્‍યાને લઇ નોકરીદાતાઓને પ્રશંસાપત્રનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. આ કલસ્‍ટરવાઇઝ ભરતી મેળામાં કુલ ૩૧ નોકરીદાતાઓ હાજર રહી કુલ ૨૩૬૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, અંતરીયાળ ગામના લોકોને પણ સમાંતર તક મળે તેવા અભિગમથી રાજ્‍ય સરકાર સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરી રહી છે ત્‍યારે આજના ટેકનોલોજીના યુગમાં યુવાનોએ સમય સાથે ચાલી તમારામાં રહેલી શક્‍તિને વિકસાવવાની શીખ આપી હતી. તેમણે ઉદ્યોગકારોને પણ સ્‍થાનિક બેરોજગારોને પ્રાધાન્‍ય આપવા ખાસ અનુરોધ ર્ક્‍યો હતો. ધારાસભ્‍યશ્રી અરૂણસિંહ રણાએ રોજગારી ક્ષેત્રે રાજ્‍ય સરકારના અભિગમની વિસ્‍તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઓવરસીઝ કાઉન્‍સેલરશ્રી ઉમાશંકર ત્રિપાઠી દ્વારા ઉમેદવારોને વિદેશમાં અભ્‍યાસ, નોકરી અને કારકિર્દી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. બેંક ઓફ બરોડાના અધિકારીશ્રીએ આર.એસ.ઇ.ટી.આઇ. અંતર્ગત ચાલતી વિવિધ તાલીમ યોજનાની ઉમેદવારોને માહિતી આપી હતી તેમજ જિલ્લા ઉદ્યોગકેન્‍દ્રના અધિકારીશ્રી ધ્‍વારા સ્‍વરોજગારી માટે ચાલતી વિવિધ યોજનાઓના પેમ્‍ફલેટ્‍સ તથા વિશેષ માહિતી સ્‍ટોલ ધ્‍વારા રજૂ કરવામાં આવી હતી. ભારત સંચાર નિગમ ધ્‍વારા ભરતી મેળામાં હાજ રહી ફ્રી મોબાઇલ સીમકાર્ડ વિતરણ કરવામાં આવેલ હતું. પ્રારંભે રોજગાર અધિકારીશ્રી એ.આઇ.સોલંકી ધ્‍વારા સ્‍વાગત પ્રવચન કરવામાં આવ્‍યું હતું. અંતમાં આભારવિધિ રોજગાર અધિકારીશ્રી મિનાક્ષીબેન ચોહાણે કરી હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં નોકરીવાંચ્‍છુ ઉમેદવારો હાજર રહયા હતા. કાર્યક્રમ બાદ ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ અને વાગરાના ધારાસભ્‍યશ્રી અરૂણસિંહ રણાએ વિવિધ સ્‍ટોલોની મુલાકાત લીધી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY