ભરૂચ નગરપાલિકા વિસ્તારમાંના વોર્ડઓની ફરિયાદ હવે વોટ્સઅપ લેવાશે.

0
15

ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં આવતાં અનેક વિસ્તારોમાંથી રોજે રોજ અનેક પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે. લોકોનાં ટોળાં છેક પાલિકા કચેરી સુધી ધસી આવતા હોય છે. જેના કારણે નગર પાલિકા દ્વારા નવો કિમિયો અજમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે લોકોની ફરિયાદો નિવારવા માટે પાલિકા તંત્રએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.

ભરૂચ શહેરમાં વસતા લોકો માટે પોતાના વિસ્તારની સમસ્યાને પાલિકાનાં સત્તાધિશો સુધી પહોંચાડવા માટે એક વોટસએપ નંબર નક્કી કરવામાં આવ્યો છે. નગર પાલિકા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલી એક યાદીમાં જણાવ્યું છે કે,ભરૂચનાં નગરજનો હવે લાઈટ, સફાઈ અને પાણીનાં લિકેજને લઈને વોટસએપ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જેના માટે મોબાઈલ નંબર 95740 07005 નક્કી કરવામાં આવ્યો છે.જે નંબર ઉપર કોઈપણ નાગરિક પોતાના વિસ્તારની ફરિયાદોની નોંધણી કરાવી શકશે.વોટસએપ માં મળેલી ફરિયાદનાં આધારે પાલિકા તંત્ર તરત એક્શનમાં આવી ફરિયાદના નિકાલ માટે કાર્યરત રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY