નર્મદા એલ સી બી એ નાંદોદના જુનાઘાટા થી વિદેશી દારૂ ઝડપી પાડ્યો,બુટલેગરો ફરાર

0
64

રાજપીપળા: ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી ની સૂચના અને ડી વાય એસ પી રાજેશ પરમાર ના માર્ગદર્શન મુજબ નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામે એલ સી બી એ બાતમીના આધારે રેડ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર એલ સી બી ના પી એસ આઈ એ ડી મહંત ને મળેલી બાતમી મુજબ એલ સી બી ના એ ડી મહંત આમલેથા પી એસ આઈ જે આર ગામીત અને બંને ની ટિમો એ નાંદોદના જૂનાઘાટા ગામે રેડ કરતા બાતમી મુજબ દિનેશ ઉર્ફે દશરથ ભુદર વસાવા પોતાની એકો ગાડી નં.જી જે 22 એચ 2911 માં દારૂ લઈ જૂનાઘાટા ના મણિલાલ ઉર્ફે મનિયા ભિખલાલ વસાવા ના ઘરે સંતાડવા આવેલો હતો પરંતુ ઈકો માં દારૂ ઉતારતા સમયેજ પોલીસે રેડ કરતા બંને બુટલેગરો પોલીસ ને જોઈ ગાડી લઈ નાશી છુટ્યા હતા પરંતુ પોલીસે મણિલાલ ના ઘર માં તપાસ કરતા ત્યાંથી કવતારીયા ભરેલી પેટીઓ મળી આવી હતી જેની કિંમત 45,600/- હોય પોલીસે દારૂ કબ્જે કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી એમની શોધખોળ શરૂ કરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY