ભરૂચની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના પાઠય પુસ્તકો ના હોવાથી શહેર કોંગ્રેસે ડીઈઓ ને આવેદનપત્ર આપ્યું.

0
19

શહેર જિલ્લાની શાળાઓનું બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં હજી સુધી ધોરણ 1થી 9નાં વિદ્યાર્થીઓને પાઠ્ય પૂસ્તકો મળ્યા નથી.જે સંદર્ભે મંગળવારના રોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી ૧૦ દિવસ માં પાઠ્યપૂસ્તકો પૂરા પાડવા માંગ નહિ આવે તો કચેરીએ તાળા બંધી ની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ લેખિતમાં આપેલી રજૂઆતમાં રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે,શાળાઓમાં બીજું સત્ર શરૂ થવાં છતાં હજી ધોરણ ૧થી ૯નાં વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. જેથી સરકાર દ્વારા બાળકોનાં શિક્ષણ સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા છે.પાઠ્ય પૂસ્તકો શાળાઓમાં અને વિક્રેતાઓને ત્યાં પણ આવ્યા નથી. જેથી વિદ્યાર્થીઓનાં શિક્ષણ ઉપર વ્યાપક અસર વર્તાઈ રહી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, એક તરફ સરકાર પ્રવેશ ઉત્સવનાં નામે લાખો રૂપિયાનો તાયફો કરે છે.બીજી તરફ શાળાઓમાં બાળકોને પાઠ્ય પૂસ્તકો પણ પૂરતા મળી નથી શકતા.કોંગ્રેસ શહેર પ્રમુખ વિક્કી શોખીએ જણાવ્યુ હતુ કે, જો દિન 10માં પાઠ્યપુસ્તકો પુરા પાડવામાં નહીં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરવામાં આવશે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY