ક્રૂડ ઓઇલ કિંમતમાં ઉથલપાથલ, ડોલર સામે રૂપિયામાં મોટો ઘટાડો અને એફએન્ડઓ પૂર્ણાહૂતિ જેવા પરિબળોની શેરબજાર પર પ્રતિકુળ અસર રહી
શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એકબાજુ સેંસેક્સ ૧૭૯ પોઇન્ટ ઘટીને ૩૫૦૩૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે ૮૨ પોઇન્ટ ઘટીને ૧૦૫૮૯ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં આશરે બે ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને સિન્ડીકેટ બેંકના શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે પણ કારોબાર દરમિયાન અમેરિકી ડોલર સામે રૂપિયો ઓલટાઈમ નીચી સપાટીએ રહ્યો હતો. સ્થાનિક મોરચે માઇક્રો આર્થિક પરિબળો નબળા હોવાના લીધે તેની અસર જાવા મળી હતી.
એસ.એસ.એસ
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





