ભરુચ તાલુકાના સિંધોત ગામે એક દીપડો પાંજરામાં પુરાયો હતો.સ્વાભાવિક રીતે જ દીપડાથી ડરતા લોકો પાંજરામાં પુરાયેલા દીપડાને જોવા માટે ટોળે વળ્યા હતા. જોકે કેટલાંક કોલો દીપડાને છંછેડીને તેનો વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા. ભરૂચ સામાજીક વનિકરણ વિભાગ દ્વારા તેને નિલકંઠ નર્સરી ખાતે રાખવામાં આવ્યો છે. બાદમાં તેની ડોકટરી તપાસ કરીને સલામત સ્થળે છોડવામાં આવશે.
હાલમાં ભરૂચ જિલ્લામાં શેરડી કટીંગની સિઝન શરૂ થતાંની સાથે જ ગામડાંની આસપાસમાં વિહાર કરતા દીપડા ઘણી વખત લોકોને નજરે પડી જતા હોય છે. આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ જ્યારે દીપડો પાંજરે પુરાય ત્યારે લોકો સભાનતા ભુલી તેને છંછેડવામાં મશગુલ થઈ જતાં હોય છે.ત્યારે ભરૂચનાં સિંધોત ગામે લોકોની ફરિયાદને પગલે વન વિભાગે પાંજરૂ મૂકતાં એક દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં લોકોના ટોળે ટોળાં તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. માત્ર એટલું જ નહીં પણ દીપડાને જોવા આવેલા લોકો પૈકી કેટલાંક તે દીપડાને છંછેડીને તેનો વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




