નર્મદા કેનાલથી માત્ર 1 કિમિ દૂર નર્મદા કેનાલ માંથી 16800 ક્યુસેક પાણી છોડી આખા ગુજરાત ને પાણી પીવડાવાય છે પણ કેવડિયા તરસ્યું…!
રાજપીપળા : નર્મદા બંધ ની મુખ્ય કેનાલ માંથી 16800 ક્યુસેક પાણી છોડી છેક 500 કિમિ દૂર લિફ્ટીંગ કરીને પાણી પહોંચાડાય છે. ત્યારે નર્મદા ડેમથી માત્ર 8 કિમિ દૂર અને કેનાલ થી માત્ર 1 કિમિ દૂર છે ત્યારે નર્મદા નિગમ ના કર્મચારીઓ માટે બનાવાયેલી કેવડિયા કોલોની માં છેલ્લા 2 દિવસ થી પાણી લોકોના ઘરો માં આવતું નથી. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે પણ તંત્ર હાલ કોઈ ધ્યાન અપાતું નથી જેથી પાણીની માંગ લોકો કરી રહ્યા છે. ત્યારે આ નર્મદા નિગમ દ્વારા કોલોની માં ક્યારે પાણી આપવામાં આવે છે જે જોવું રહ્યું।
નર્મદા બંધની કેવડિા કોલોીમાં હાલ દિવાતળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ વડાપ્રધાન કેવડિયા આવી રહ્યા છે જેની તૈયારીમાં વહીવટી તંત્ર કામે લાગ્યું તો બીજી તરફ કેવડિયામાં પાણીની કકળાટ વેઠવો પડી રહ્યો છે. 20 થી 22 નર્મદા જિલ્લાના કેવડિયા માં ટેન્ટસીટી માં ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજવામાં આવનારી છે જેમાં 20 તારીખે ગૃહમંત્રી રાજનાથ સિંહ આવશે અને 21 અને 22 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે .ત્યારે બીજી તરફ કેવડિયા કોલોની ની જનતા પીવાના પાણી માટે બે દિવસ થી કકળી રહી છે કારણ કે પાણીની લાઈનમાં સમસ્યા સર્જાતા કેવડિયા કોલોનીના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી ન આવતા લોકો ભારે પરેશાન થયા હતા ખાંસ કરીને ગૃહિણી ઓને ભારે તકલીફો પડી હતી બે દિવસથી પાણીની કકળાટ થી નગરજનો પરેશાન થઇ ગયા છે .ઉલ્લેખનીય છે કે કેવડિયા કોલોનીની ચારે તરફ પાણી છે છતાંય નગરમાં એક જ સમય પાણી આપવામાં આવે છે .ત્યારે બે દિવસથી પાણી ની લાઇનમાં ખામી સર્જતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.ત્યારે નર્મદા નિગમ ના અધિકારીઓ મોટર બગડી હોય જે રીપેર થઇ જશે એટલે આજથી શરૂ થઇ જશે એમ પણ થોડું થોડું છોડવામાં આવ્યું હોવાની પણ વાત કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



