ભરૂચ કંથારીયા રોડ પર મીની લકઝરી બસ ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા દીવાન પરિવારનો માળો પીખાઈ ગયો.

0
222

ભરૂચના કંથારીયા પાસે મીની બસ અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં પિતા અને પુત્ર અને સારવાર દરમિયાન માતાનું કરુણ મોત નિપજતા દીવાન પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જયારે બે માસના માસુમ બાળકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.જેને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવ્યો હતો.

ભરૂચના શેરપુરા વિસ્તાર નવી નગરીમાં પોતાના પિતાના ઘરે ફાયઝા યાસીન દીવાન પોતાના બે દીકરાઓ સાથે આવી હતી.અને આજે સોમવાર સવારે તેના પતિ યાસીન દીવાન સાથે બાઈક પર બે પુત્રો સાથે પરત પોતાની સાસરી વડુ ખાતે જઈ રહી હતી.તે દરમિયાન ભરૂચ જંબુસર રોડ આવેલ કંથારીયા પાસે મીની બસ નંબર જીજે ૦૬ એક્સ ૪૯૫૭ ના ચાલકે બાઈક નંબર જીએજે ૦૬ એફએચ ૩૬૪૦ને ટક્કર મારતા ફંગોળાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં 30 વર્ષીય યાસીન અલ્લારખા તથા 6 વર્ષીય પુત્ર ફૈયાઝ યાસીન નું ગંભીર ઈજાના પગલે કમકમાટી ભર્યું મોત થયા હતા જયારે પાછળ બેઠેલ ૨૪ વર્ષીય પત્ની ફાયઝાને ઈજા પહોંચી હતી.જેમને સારવાર અર્થે પટેલ વેલફેર લઈ જવામાં આવ્યા હતાં.જ્યાં માતા ફાયઝાનું પણ કરૂણ મોત નીપજ્યું હતું.પરંતુ હાથમાં રહેલ બે માસના પુત્ર ફઝલ નો આબાદ બચાવ થવા પામ્યો હતો.તને પણ માથામાં ઈજાઓ થવાથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના પગલે લોકટોળા ભેગા થઇ જવા સાથે વાહન વ્હવહાર જામ થઈ જતા પોલીસ કાફલા એ દોડી આવી પૂર્વવત સ્થિતિ કરવાની કવહાય હાથધરી અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી ના ચક્રો ગતિમાન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ,ભરૂચ – જંબુસ,દહેજ વચ્ચે દોડતા ગેરકાયદેસર વાહનો વધુ મુસાફરો બેસાડી બેફામ દોડતા હોવાની ફરીયાદો ઉઠતી રહે છે પરંતુ તે પ્રત્યે તંત્ર ધ્યાન ન આપતા આવા અકસ્માતો નિર્દોષોના જીવ જાય છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY