ભુજ કચ્છ: પરીક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના મુજબ ૩૧ ડિસેમ્બર અનુંસંધાને પ્રોહી કેસો શોધવા એલ.સી.બી. પૂર્વ કચ્છ,ગાંધીધામ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રવેચી મંદીર પાસે આવતા બાતમી મળેલ કે, રવેચી મંદીરથી જેસડા ત૨ફ જતા રસ્તા ઉપર રણજીતસિંહ ભારાજી સોઢા ગેરકાયદેસર ઇંગલિશ દારૂનો જથ્થો સુદાણાવાંઢના પુલીયા પાસે રાખી ઉભેલ છે અને વેચાણ કરે છે તેવી સચોટ બાતમીના આધારે સુદાણાવાંઢના પુલીયે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા એક ઈસમને પકડી પાડી નામઠામ પુછતા રણજીતસિંહ ભારાજી સોઢા (ઉ.વ.૩૦ હાલ ૨હે. બાપુનગર ભચાઉ મુળ ગામ ડાભુંડા તા. રાપર વાળા)ના કબજામાંથી વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ -૪૮૦ કુલ કિ.રૂ. ૪૮૦૦૦/ – ના પ્રોહી મુદ્દામાલ તેમજ મોબાઈલ ફોન નંગ – ૧ કિ.રૂ.૩૫૦૦/ – એમ કુલે કિ.રૂ. ૫૧પ૦૦/ – ના મુદામાલ સાથે પકડી પાડી પ્રોહી મુદામાલ અંગે વધુ પુછપરછ કરતા આ દારૂ તે કાના વેલા બઠીયા ૨હે. જુની મોટી ચિરઈ તથા પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા અશોકસિંહ ઝાલા ૨હે. ભચાઉ વાળા પાસેથી પ્રોહી. મુદ્દામાલ લાવેલ હોવાનું જણાવેલ છે.આગળની વધુ તપાસ અર્થે રાપર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ ઈન્સપેકટર જે.પી. જાડેજા તથા પો.સ.ઈ. એમ.એચ. રાણા તથા સ્ટાફના વગેરે માણસો જોડાય હતા.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




