સ્થાનિક રહિશોએ રતન તળાવથી કલેક્ટર કચેરી સુધી,કલેક્ટર,પાલિકા તંત્ર અને જંગલખાતા વિરૂધ સુત્રોચ્ચાર કરી સ્મશાનયાત્રા કાઢી.


ભરૂચ ખાતે આવેલ રતન તળાવમાં વધુ એક કાચબાના મોતથી રહીશઓમાં આક્રોશ જોવા મળ્યો છે. જેથી તંત્રની ઊંઘ ઉડાડવા રોષે ભરાયેલા રહીશોએ પાંચબત્તીે બે મૃત કાચબાની નનામી મુકી ચક્કાજામ કરી પોતાનો વિરોધ પ્રદર્શીત કરી ક્લેક્ટરાલય સુધી સ્મશાન યાત્રા કાઢી હતી.
છેલ્લા કેટલાય સમયથી ભરૂચનું રતન તળાવ વિવાદમાં છે. જેમાં તેની સફાઇ ન થવાના પગલે તેમાં રહેલા અલભ્ય એવા એતિહાસિક કાચબાઓના એક પછી એક મોત નીપજતા સ્થાનિકો સહિતના જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે. તંત્રના પાપે નામશેષ થઈ રહેલા રતન તળાવની શુદ્ધિકરણની કામગીરીનો વિવાદ અને રજૂઆતો બાદ તળાવના શુધ્ધિકરણ અને કૃતિમ તળાવ બનાવી કાચબાઓને સ્થળાંતરીત કરવાની કામગીરી છેલ્લા કેટલાય દિવસથી બંધ હતી. દરમિયાન તળાવની બાજુમાં બનાવેલા કુત્રિમ કુંડમાં રાખવામાં આવેલા કચબાઓ પૈકી બે કાચબાઓનું છેલ્લા ૧૦ દિવસમાં મૃત્યુ થયું હતું.
આજે કાચબાનું મોત થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્રના પાપે નામશેષ થતા આ અલભ્ય કાચબાઓના મોત થતા કાચબાની નનામીને પાંચબત્તી ખાતે મૂકી જીવદયા પ્રેમી અને સ્થાનિક રહીશોએ ચક્કાજામ કર્યો હતો. રહિશો અને જીવદયા પ્રેમીઓએ રતન તળાવથી કલેક્ટર કચેરી સુધી કલેકટર, નગરપાલિકા અને જંગલખાતા વિરોધી સૂત્રોચ્ચાર સાથે કાચબાની અંતિમયાત્રા કાઢતા લોકોમાં દુઃખ સાથે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આ મોત અને લોકોના આક્રોશ બાદ પણ નફ્ફટ તંત્ર ની ઊંઘ ઉડે છે કે નહીં એ જોવું રહ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





