અંકલેશ્વરના તબીબની સગીર પુત્રી સાથે દુષ્કર્મ કરનારને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી.

0
20

અંકલેશ્વરમાં રહેતાં તબીબની સગીર પુત્રી સાથે દુષ્કર્મ અચનારા આરોપીને કોર્ટે 10 વર્ષની સજા અને ભોગ બનનારને 3 લાખનું વળતર ચૂકવાનો હુકમ કર્યો.

અંકલેશ્વર શહેરમાં રહેતા બે સંતાનોના પિતા પ્રકાશ બરાલ નામનો ઇસમ મોબાઈલ રિચાર્જ અને ફોટો સ્ટુડિયો ચલાવતો હતો.તેમના વિસ્તારમાં રહેતાં તબીબ પરિવાર તેના ત્યાંથી મોબાઈલ રિચાર્જ કરાવતા હતાં. જેથી પ્રકાશ સાથે તબીબ પરિવારના સંબંધ કેળવાયો હતો.જેથી અવારનવાર પ્રકાશ તેમના ઘરે આવજાવ કરતો હતો.તબીબના પરિવારની 14 વર્ષની સગીરા જોડે રાખડી બંધાવી પોતાની નાની બહેન બનાવી હતી.પરંતુ સગીરા પર પોતાની ખરાબ દાનત રાખીને બહેન ભાઈના સંબંધને બદનામ કરીને તબીબની સગીરાને પતાવી ફોસલાવી પોતાની હવસનો શિકાર બનાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાર બાદ પ્રકાશે અવાર નવાર સગીરા જોડે દુષ્કર્મ આચર્યું હતું.જોકે અમુક સમય પછી સગીરા ગર્ભવતી થઈ જતા તેણે તને ગર્ભપાતની ગોળી ખવડાવી દેતાં સગીરાની તબિયત બગડી હતી.જેના કારણે તબીબ માતાને હકીકતની જાણ થતાં જ તેમના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ હોય તેમ લાગ્યું હતું.

જે અંગે તબીબ પરિવાર પ્રકાશને સમજાવા જતા તેણે તેમને ધમકાવી બદનામ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિવારે જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જે કેસ ભરૂચની સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ વ્યાસે આરોપીને સગીરા સાથે દુષ્કર્મ કરવા તથા બાળક સાથે જાતીય અત્યાચાર કરવા અંગે દોષિત ઠેરવી 10 વર્ષની સજા તથા ભોગ બનનારને 3 લાખની રકમ ચુકવવા હુકમ કર્યો છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY