ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ.

0
10

આજ રોજ ભરૂચ જિલ્લા ન્યાયાલય તથા તાબાની તાલુકા કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદલાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ ના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્રારા મુખ્ય ન્યાયાધીશ સી.એમ.ભટ્ટના માર્ગદર્શન હેઠળ તેમના હસ્તે નેશનલ લોક અદલાતનું ઉદ્ઘાટન કરી ખુલ્લી મુકવામાં આવી હતી.

આ લોક અદાલત ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ પોસ્ટ લીટીગેશનના ૩૯૨૩ તેમજ પ્રિ-લીટીગેશનના ૩૭૦૪ કેસનો મળીને કુલ ૭૬૨૭ કેસો નિકાલ માટે મુકવામાં આવ્યા હતાં.

આ લોક અદાલતમાં ભરૂચ જિલ્લાના અન્ય ન્યાયાધીશો વકીલ બાર એસોસિયેશન ના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં વકીલ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY