ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી મિલ્કત સંબધી ચોરીના ગુના અટકાવવા તેમજ બનેલ ગુનાના નિવારણ કરવા સારૂ સુચના કરતા અંકલેશ્વર ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક લખધીરસિંહ ઝાલા નાઓએ જરૂરી માર્ગદર્શન આપતા રાજપારડી પો.સ.ઈન્સ જે.બી.જાદવ નાઓએ રાજપારડી પો.સ્ટે ફસ્ટ ગુ.ર..નં- ૩/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામના ફરિયાદી શ્રી મયુરભાઇ હરસુખભાઇ જાતે-બાંભળીયા હાલ રહે.રાજપારડી ચંદ્રકાંત એન્કલવ એપાર્ટમેન્ટ તા-ઝઘડીયા જી-ભરૂચ મુળ રહે, ૧૧૬/૧૧૭ આવકાર એપાર્ટમેન્ટ ફ્લેટનં-૩૦૧ ડાહ્યા પાર્ક સોસાયટી લંબે હનુમાન રોડ સુરત નાઓની તા.૧૬/૦૧/૨૦૧૯ ની ફરીયાદમાં જણાવ્યા મુજબ 10હા. કંપનીનું રાજપારડી સારસા ગામની સિમમાં પાઇપ લાઇન નાખવાનું કામ ચાલતુ હોય જે જગ્યાએ રાખેલ મશીનરીમાં પાઇપનુ દબાણ ચેક કરવાનુ હાઇડ્રોલીક પ્રેસર પંપ કી.રૂ ૧,૦૦,૦૦૦/- તથા વોટર ફીલીંગ પંપ કી.રૂ ૧૫,૦૦૦/- મળી કુલ કી.રૂ ૧,૧૫,૦૦૦/- ની મુદ્દામાલ ચોરી કરી ગુનો કરેલ હોય જે ગુનાની તપાસમાં મળેલ બાતમી હકિકત આધારે રાજપારડી પોલીસ સ્ટેશન પો.સ.ઈ જે.બી.જાદવ તેમજ સ્ટાફના અ.પો.કો રાજેન્દ્રભાઇ ,પો.કો દિલીપ અરવિદભાઈ, પો.કો પરેશભાઇ ,પો.કો શ્રવણભાઇ ,પો.કો ચંપકભાઇ નાઓના સંયુકત પ્રયાસોથી સદર ચોરીનો ગુન્હો શોધી કાઢી યોરીએ ગયેલ મુદ્દામાલ પાઇપનું દબાણ ચેક કરવાનુ હાઇડ્રોલીક પ્રેસર પંપ નંગ-૧ તથા વોટર ફીલીંગ પંપ નંગ-૦૧ મળી કુલ કી.રૂ ૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે
કરી તેમજ સદર ચોરીનો મુદ્દામાલ યોરી કરનાર આરોપીઓ (૧)કમલેશભાઇ ઉર્ફે જીગો કિરણભાઇ કિલાભાઇ વસાવા
ઉ.વ-ર૫ રહે.રાજપારડી વૈશાલીનગર સોસાયટી તા.ઝઘડીયા જી.ભરૂચ (૨) અમિતભાઇ સુરેશભાઇ વસાવા ઉ.વ-૨૨ રહે.રાજપારડી કાલ્યાપરા ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચ નાઓને આજ રોજ તા.૧૭/૦૧/૨૦૧૮ નાં કલાક ૧૬/૦૦ વાગે પકડી અટક કરી વધુ તપાસ અર્થે રીમાંડ મેળવવા કાર્યવાહિ કરેલ છે. વધુમા આ કામે સહ આરોપી નં-(૧) રણછોડભાઇ ભીખાભાઇ વસાવા રહે, ખોડાઆંબા તા.ઝઘડીયા જી.ભરૂચ (૨) દિલીપભાઇ બાબુભાઇ વસાવા રહે,રાજપારડી કાલ્યાપરા ફળીયુ તા,ઝઘડીયાનાઓ નાસતો ફરતો હોય જેને પકડવા માટે ચકો ગતિમાન કરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




