ભરુચ,તા.૨૦
ભરૂચ જિલ્લાના કડોદરા ગામે દીપડાએ ત્રણ શખ્સો પર અચાનક હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણેવ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કડોદરા ગામેથી નર્મદા નદીનો પટ પસાર થાય છે.આ નર્મદા નદી પટમાં કામ અર્થે ગયેલા ત્રણ શખ્સો પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. દિપડાએ કરેલ અચાન હૂમલામાં ઘાયલ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જા કે ત્રણ શખ્સો પર હુમલો કરી દીપડો પણ નદીના પટમાં ફસાઇ ગયો હતો. પટમાં ફસાયેલા દીપડાને ટેંગ્યુલાઈઝડ કરવા માટે વડોદરાથી ટીમ બોલાવાઈ છે.
૦
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



