વાગરાના વિલાયત ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.

0
276

વાગરાના વિલાયતના ક્રિકેટ ગ્રાઉન્ડ પર તાલુકાના યુવાનોમાં રમત-ગમત કૌશલ્ય પ્રત્યે રસ,રુચિ અને ઉત્સાહ કેળવાય તે હેતુને ધ્યાને લઇ બિરલા ગ્રાસીમ કંપની દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી રશીદ પટેલના અધ્યક્ષસ્થાને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરાયુ હતું.જેમાં કંપની સહિત આસ-પાસના વિલાયત,દેરોલ , વોરાસમની તેમજ અરગામા અને સરનાર ગામની કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો.

તમામ ટીમો વચ્ચે કુલ પાંચ રાઉન્ડને અંતે ક્વોલિફાઈડ થયેલ દેરોલ અને વોરાસમની ગામની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી.જેમાં દેરોલની ટીમ વિજેતા થઇ હતી.ચેમ્પિયન ટીમને વિલાયત ગામના સરપંચ રાજુ પટેલના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.ટુર્નામેન્ટમાં ભરૂચ ક્રિકેટ કોચિંગ કમિટીના એમ.એસ.નાયક તથા બિરલા ગ્રાસીમ કંપનીના યુનિટ હેડ રાકેશ ચોક્સી તેમજ સી.એસ.આર. ઇન્ચાર્જ મિતેષ સુરતી,ડી.જી. એમ.પ્રશાંત પારલીકર અને એચ.આર. હેડ રજત ડે ખાસ ઉપસ્થિત રહયા હતા.ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન કમરઅલી સૈયદે કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી હતી.

ધનંજય ઝવેરી :-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY