વાલિયા તાલુકાના કરા ગામે એક મકાનમાં તસ્કરો ત્રાટકી તસ્કરો રોકડ રકમની સાથે કારની પણ ઉઠાંતરી કરી ફરાર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મુજબ વાલિયા તાલુકાના કરા ગામે રહેતા જયેશ ભાઇલાલ ધંધુકીયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાન ના પાછળના ભાગે આવેલ બારી ઉપર ચઢી રસોડાનો દરવાજો ખોલી અંદર પ્રવેશી રોકડા રૂપિયા ૧૭૦૦ અને ઘર પાસે પાર્ક કરેલ ટાટા નેક્ષન કાર નંબર જીજે ૧૬ સીબી ૬૪૫૧ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ,સવારે જયેશ ધંધુકીયાને જાણ થતા તેઓએ તાત્કાલિક વાલિયા પોલીસ મથક માં જાણ કરતા પોલીસ દોડી આવી રોકડ રકમ અને ૫ લાખ ની કાર મળી કુલ ૫,૦૧,૭૦૦ ની ચોરી અંગે વાલિયા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



