

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ધડુક નાઓના માર્ગદર્શન હેઠળ તથા ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા સ્ટાફ ના પોલીસ માણસો દારૂ ની હેર ફેર અટકાવવા સારૂ ને.હા.નં-૪૮ ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી ના અ.પો.કો. અજયભાઇ રણછોડભાઇ ને મળેલ બાતમી આધારે ને.હા. નં-૪૮ ઉપર અંક્લેશ્વર વાલીયા ચોકડી ઓવરબ્રીજ ના ઉત્તર છેડા ઉપર વોચ મા હતા તે દરમ્યાન બાતમી હકીકત મુજંબ,ની મીની બસ નંબર-4-06-#)/-0771 ની સુરત તરફથી આવતા બસને રોકાઇ જવા ઇશારા કરતા બસ ના ચાલકે ભરૂચ તરફ ના રોડ ઉપર પુરઝડપે બસ હંકારી મુકેલ જેથી એલ.સી.બી ની ટીમે ખાનગી વાહનો મારફતે બસ નો પીછો કરતા બસ નો ચાલક હાઇવે રોડ ઉપર ઈમ. કંપની સામે બસ મુકી નાસી ગયેલ જે પકડાયેલ નહી તેમજ મીની બસ મા તપાસ કરતા જુદી-જુદી બનાવટ ની વિદેશી દારૂ તથા બિયર ની પેટીઓ નંગ- ૧૨૩ જેમા ભરેલ કુલ બોટલ નંગ-૫૧૮૧ જેની કુલ કી.રૂ.૦૫,૩૨,૫૦૦/- ની મળી આવતા દારૂ ની બોટલો તથા મીની બસ મળી કુલ કી.રૂ.૧૨,૩૨,૫૦૦/- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવા મા આવેલ છે અને અંક્લેશ્વર શહેર પો.સ્ટેમા નાસી જનાર બસ ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા મા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




