ભરૂચના દહેજ ખાતે આવેલી જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થતા દોડધામ.
ભરૂચના દહેજ ખાતે ગુજરાત ફ્લારો લિમિટેડ કંપની બુધવારના રોજ સાંજના સમયે એફ.આઈ પાલન્ટની લાઇનમાંથી લીકેજનાં પગલે કેમિકલ વછુંટતા ૪ થી કામદારોને અસર પોહચી હતી. તેવોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં કંપની મેનેજમેન્ટ દ્વારા પ્રથમ ચારને પ્રાથમિકના સારવાર અર્થે કંપનીમાં હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

કેમિકલ ક્યુ હતુ તે અંગે ની વિગતો બહાર આવી નથી. જોકે ગેસ ગળતર થયાની વાતે ભારે અફરાતફરી મચી જવા સાથે તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઇ હતી. ક્યાં કારણોસર પાઇપ લાઈનમાંથી લીકેજ થયુ તેં અંગે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ તેમજ જીપીસીબી એ વધું તપાસ હાથ ધરી છે
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાત ફ્લારો કંપનીમાં અવારનવાર કોઈને કોઈ હદશાઓ થતા રહે છે.જેના કારણે કંપનીમાં કામ કરતા કામદારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







