સરદાર સરોવર ડેમમાં અસંખ્ય માછલીઓનાં મોત થતા અરેરાટી વ્યાપી

0
4

ભરૂચ,તા.૩૦
નર્મદા સરદાર સરોવર ડેમમાં અસંખ્ય માછલીઓનાં મોત થયાની ઘટના સામે આવી છે. ડેમના પાણીમાં ઝેર કે કેમિકલથી માછલીઓના મોત થયાનું સુત્રો માની રહ્યા છે. ડેમના પાછળના વિસ્તારમાં ઝેર કે કેમિકલ યુક્ત પાણી આવી જતાં માછલીઓના મોત થયાની શંકા સેવાઇ રહી છે. મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશમાંથી કેમિકલ આવ્યું હોવાનું માનવામા આવે છે. એસઆરપીની કડક સુરક્ષા વચ્ચે ડેમમાં કેમિકલ આવતા અનેક પ્રશ્નો ઊભા થાય છે. બીજા પણ પ્રશ્ન એ છે કે આ ડેમમાંથી ગુજરાતભરમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. તો લોકોના સ્વાસ્થ્યમા ચેડા થતા હોવાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.
મળતી માહિતી પ્રમાણે બુધવારે સવારે ગુજરાતની જીવા દોરી ગણાતા નર્મદા ડેમમાં અનેક માછલીઓના મોત થયાની ઘટના સામે આવી છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોત થવાથી સ્થાનિક માછીમારોમાં ભારે રોષ ફેલાયો છે. ડેમના પાછળના ભાગમાં કેમિકલ આવતા માછલીઓ મોતને ભેટી હોવાનું સ્થાનિકોનું માનવું છે.
તો આ કેમિકલ મહારાષ્ટ્રઅથવા મધ્ય પ્રદેશમાંથી આવ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જાકે, એસઆરપી જવાનોની કડક સુરક્ષા હોવા છતાં આ પ્રકારની ઘટના બને છે ત્યારે ડેમની સુરક્ષા ઉપર પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે. સાથે સાથે નર્મદા ડેમનું પાણી ગુજરાત ભરમાં આપવામાં આવે છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ફરિયાદ સાથે સરકારની બેદરકારી પણ છતી થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY