ભરૂચની પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા માં નર્મદા બચાવો ઝુંબેશ રેલીનું યોજી.

0
15

નર્મદા નદીનો જળ પ્રવાહ ઘટતા લોકોની ધાર્મિક લાગણી દુભાવા સાથે માછીમારોના અસ્તીત્વ જોખમાવા સાથેસાથે મા નર્મદામાં વસવાટ કરતા જળચર જીવો પણ મોતને ભેટતા, માં નર્મદાને જીવંત રાખવા ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે માં નર્મદા બચાવો ઝુંબેશ રેલી યોજી ભરૂચ સમાહર્તાને પાણી છોડવાની માંગ સાથે આવેદન સાથે ચૂંદડી તથા શ્રીફળ અર્પણ કર્યું હતું.

ભરૂચના શક્તિનાથ સર્કલ પરથી નર્મદે હરના નારા સાથે નીકળેલ આ રેલીમાં ભરૂચના પૂર્વ પટ્ટી પર વસેલા અંગારેશ્વર,ઝનોર, શુકલતીર્થ,કદોડ વિગેરે ગામના લોકો,સંત મહંત સહિત વિવિધ ભજન મંડળી જોડાઇ હતી. રેલીમાં નાવડીનો રથ બનાવી તેમાં સંતોને બેસાડી ભજન કિર્તન સાથે નીકળેલ વિશાળ રેલી લોકાર્ષણનું કેન્દ્ર બની હતી.

આગામી ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ નર્મદા જયંતિ આવી રહી હોવાના કારણે નર્મદા નદીમાં પાણી ન હોવાના કારણે ખોડલધામ અંગારેશ્વરના ટ્રસ્ટી મહેશ પરમાર અને કિનારા વિસ્તારમાં વસતા ખેડૂતો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરદાર સરોવરથી દહેજ નર્મદા સંગમ સ્થાન સુધી નર્મદા નદીમાં નીર વહેતા રહે તે અંગે ભરૂચ જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નર્મદા જયંતિની દર વર્ષે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. નર્મદા જયંતિ નિમિત્તે નર્મદાને ધાર્મિક પ્રથા તેમજ આસ્થા મુજબ 300 મીટરની ચૂંદડી વર્ષોથી અર્પણ કરાઈ છે. છેલ્લા પાંચ વર્ષોથી સરદાર સરોવરમાંથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ના છોડવાના કારણે તેમજ નર્મદા નદી સુકી ભઠ્ઠ થવાના કારણે નર્મદા નદીને ચૂંદડી અર્પણ નથી કરી શકતા અને નદીનું દહેજ નજીકના જાગેશ્વર પાસે સમુદ્ર સાથેનું સંગમ સ્થાન આવેલુ છે જયાં નર્મદા પરીક્રમાવાસીઓ શ્રધ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી પરીક્રમા આગળ વધારે છે તે સંગમ સ્થાનનું અસ્તિ સરદાર સરોવરમાંથી નદીમાં પાણી ન છોડવાના કારણે રહેવા પામ્યું નથી. જેના કારણે ધર્મપ્રેમી લોકોની ધાર્મીક આસ્થાને ભારે ઠેસ પહોંચી છે. નર્મદા નદીને સરદાર સરોવરથી નીચાણમાં આવેલા વિસ્તારોમાં નર્મદાને કાયમ માટે વહેતી કરવા માટે માંગણી કરી છે. શહેરની ઓળખ નર્મદા નદીમાં પાણી ન છોડવાના કારણે નામશેષ ઠવાના આરે છે નદી સાથે ઉંડી આસ્થા સાથ જોડાયેલા લોકોની લાગણી દુભાઈ રહી છે.

પૂર્વ પટ્ટી કિનારા વિસ્તારના ગામડાઓમાં નર્મદા નદી ભઠ્ઠ બનતાં જંગલ વિસ્તારના દીપડા, બુટડા જેવા હિંસક પ્રાણીઓ નદીમાં પ્રયાણ કરી પ્રવેશ કરે છે અને ગ્રામજનો તેમજ પશુધન ઉપર તેઓએ હુમલા કર્યાના ઘણા બનાવો બન્યા છે. જંગલી પ્રાણીઓના હિંસક અને જાનલેવા હુમલાના ભયના ઓથાર હેઠળ લોકો જીવી રહ્યા છે. નદીમાં પાણીના અભાવે માછીમારો પાયમાલ અને બેરોજગાર બની ગયા છે. જળચર પ્રાણીઓ નદીમાં પાણી ન હોવાના કારણે નાશ પામવાથી પર્યાવરણને પણ મોટુ નુકસાન થયેલ છે.

નર્મદા નદીમાં પાણી ન હોવાના કારણે સદીઓ પુરાણી પરંપરા મુજબ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ નર્મદા નદીને ૩૦૦ મીટર સાડી ચુંદડી ઓઢાડવા માટે નદીમાં પાણી છોડવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવી નદીમાં પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY