ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન દ્વારા પ્રતીન પોલીસ ચોકીનુ અંકલેશ્વર શહેર તથા અંકલેશ્વર જી.આઈ.ડી.સી ના અગ્રગણ્ય નાગરીકોના સહયોગથી લોક ભાગીદારીથી નવનિર્માણ કરવામા આવેલ છે આ ચોકીમાં નીચે મુજબની સુવીધાઓ ઉપલબ્ધ છે
ચોકીની સુવીધા….
(૧) પ્રતીન ત્રણ રસ્તા જેવા ભરચક અને સતત વાહન વ્યવહારથી જીવંત રહેતા રોડ ઉપ૨ છે.
(૨) ચોકી ઉપ૨ પીવાના પાણીની સુવિધા.
(3) શૌચાલયની સુવિધા. ( મહીલા/ પુરૂષ બન્ને માટે )
(૪) આજુ-બાજુના રોડ રસ્તાને સીસીટીવી કેમેરાથી આવરી લેવામા આવેલ છે.
(૫) વાઈ-ફાઈ સુવીધા ઉપલબ્ધ છે.
(૬) અરજદા૨/ફરીયાદી માટે પુરતી બેઠક વ્યવસ્થા.
(૭) પોલીસ સ્ટાફને ટેમ્પરરી ફ્રેશ થવાની વ્યવસ્થા. ( એન્ટી ચેમ્બર)
(૮) સ્વછતા માટે મચ્છરદાની/ડસ્ટબીનની વ્યવસ્થા.
(૯) પાર્કીંગ સુવિધા.
ઉપરોક્ત વિવિધ સુવિધાવાળી ચોકી ને કારણે લોકો/નાગરીકોની સગવડતા વધશે તેમજ મિલકત સંબંધી ગુના શોધી કાઢવામાં તથા બનતા અટકાવવામાં ખુબ જ મદદરૂપ થશે જે ચોકીનુ લોકાર્પણ ભરૂચ પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે આજરોજ તા. 03/0૨/૨૦૧૯ ળા કલાક ૧૦/૦૦ વાગ્યે કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





