અંકલેશ્વર GIDCમાં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાનું ઝડપાયું કૌભાંડ ઝડપાયું.

0
9

અંકલેશ્વર જીઆઇડીસીમા રાધે એગ્રો સેલ્સમાંથી ડુપ્લીકેટ જંતુનાશક દવાનો કરોડોનો જથ્થો ઝડપાયો હતો.૪ નામાંકિત કંપનીઓની જંતુનાશક દવાની કોપીરાઈટ કરી ખેડૂતોને વેચાણ કરતા હતા.ટ્રુ બડી સંસ્થાની ટીમ અને અંકલેશ્વર પોલીસને સાથે રાખી રેડ કરતા દવાનો મોટો જથ્થો મળી આવ્યો.

અંકલેશ્વર જી.આઇ.ડી.સી સ્થીત એક કંપનીમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા બનાવાતી પ્રેસ્ટીસાઇઝ(જંતુનાશક) દવાઓનો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કંપનીમાં ૪ વિવિધ કંપનીઓની જંતુનાશક દવાઓની કોપી કરી નકલી દવા બનાવી ખેડૂતોને વેચાણ કરાતી હોવાની હકીકત પ્રકાશમાં આવતા કંપનીએ પોલીસને સાથે રાખી છાપો મારતા કરોડો રૂપિયાની નકલી દવાઓ મળી આવી હતી. પોલીસે હાલ તો નકલી દવા બનાવનાર કંપનીના સંચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ના H-3093 નંબરના પ્લોટમાં રાધે એગ્રો સેલ્સના નામે ચાલતી કંપનીમાં ૪ વિવિધ કંપનીઓ દ્વારા બનાવાતી જંતુનાશક દવાઓને કોપીરાઈટ કરી નકલી દવા બનાવી, ખેડૂતોને વેચાણ કરતા હોવાની માહિતિના પગલે આજે ટુ બડી કંન્સલટન્સી ના સિનિયર મેનેજર આદિત્ય સિંઘને મળતા તેમણે અંકલેશ્વર પોલીસને સાથે રાખી રાધે એગ્રો સેલ્સ ઉપર છાપો માર્યો હતો. પોલીસને સાથે રાખી કરાયેલ રેડમાં તેમને ૪ અલગ-અલગ કંપનીનો કોપીરાઈટ કરી બનાવાયેલ જંતુનાશક દવાઓનો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.જે અંગે સિનિયર મેનેજર આદિત્યએ પોલીસ ફરિયાદ નોંધાવવા કવાયત હાથ ધરતા પોલીસે મળેલ તમામ જંતુ નાશક દવાઓનો જથ્થો તેમજ રાધે એગ્રો સેલ્સના સંચાલક હાર્દિક પટેલની અટકયત કરી વધુ તપાસ હાથધરી છે.

ધનંજય ઝવેરી :-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY