ભરૂચમાં આવેલી પટેલ વેલ્ફેર નર્સિંગ કોલેજમાં સોમવારે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની માહિતી શિબિર યોજાઈ હતી.જેમાં વેલ્ફેર ઇન્સ્ટિયૂટ ઓફ નર્સિંગ ખાતે નર્સિંગ કરતા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલર અનિતા પરમાર તથા મહિલા પોલીસ કોન્સેબલ સુનિતા પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઈનની કામગીરી અંગે વિસ્તાર પૂર્વક માહિતી અપાઈ હતી. ત્યાર બાદ નર્સિંગની મહિલાને 181 એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ,શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




