રાજપીપળા : હાલમા જમ્મુ કાશ્મીરના પુલવામાં CRPF ના જવાનો ઉપર મોટો આતંકવાદી હુમલો થયો હતો અને આ આતંકી હુમલામાં વીર જવાનો શહીદ થયા છે જેને પગલે સમગ્ર દેશમા જન આક્રોશ જોવા મળી રહ્યો છે.આ સમગ્ર ઘટનાથી દેશ ધ્રુજી ઉઠ્યો છે ત્યારે રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં પણ જન આક્રોશ વ્યાપી રહ્યો છે અને સાથે સાથે સૌ કૉઇ શહીદોના પરિવારો પ્રત્યે પણ સહાનુભુતિ વ્યક્ત કરી રહ્યા હોય ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.

ત્યારે શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજપીપળા માછી સમાજ દ્વરા એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં વડીલો, બાળકો, મહીલાઓ અને યુવનો મોટી સંખ્યામાં જોડયા હતા.આ કાર્યક્રમમાં જેમાં રાજપીપળાના માછીવાડ ગેટ થી સ્ટેશન રોડ સુધી કેન્ડલ માર્ચ યોજી સફેદ ટાવર પાસે આવી લોકોએ બે મિનિટનું મૌન પાડી શહિદોને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને સરકાર આતંકિયો વિરુદ્ધ સખતમા સખત કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





