ખેડુત હિતરક્ષક દળ દ્રારા ભાજપ સરકારની ખેડુત વિરોધી મનોવૃત્તિને કારણે ભરૂચ જિલ્લામાં ખેડુતો પાયમાલ બની રહ્યા છે…

0
21

આપણા જિલ્લાના ખેડૂતોના હિતમાં આપણે સૌએ આપણાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આપણાં હક્કની લડત કરવી જોઈએ

*ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવા કે*

*1) જિલ્લાના કુલ ૩૦૦૦ થી વધુ ખેડુતોની મગની ખરીદી* ટેકાના ભાવે ખરીદવાની બાકી હોય, ખરીદ કેન્દ્ર તાત્કાલિક અસર થી સરુ કરી તમામ ખેડુતોના મગની ખરીદી કરી તેની રકમ ચુકવવામા આવે.

*2) વિવિધ પ્રકારે વિવિધ યોજનાઓ માટે ખેડુતોની સંપાદન થતી જમીન* માં જમીન સંપાદન એક્ટ ૨૦૧૩ ના કેન્દ્ર ના મૂળ કાયદાનું પાલન કરવામાં આવે.

*3) જમીન માપણી* થયેલી ભૂલોને તાત્કાલિક સુધારી ખેડુતોની વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવે

*4) ટેકાના ભાવે તુવર* ની ખરીદી ના કેન્દ્રો ઉપર ખેડુતોને રાત્રીઓનુ રોકાણ કરવું પડે છે. જે થવું જોઈએ નહીં, ખેડુતો પોતાનો માલ સ્વમાન ભેર કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર ના ભોગ બન્યા વિના આપી સકે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવે.

*5) દહેજ વિસ્તારની PCPIR* ની નગર રચનાઓ ના જાહેરનામા રદ કરવામાં આવે

*6) વિવિધ કંપનીઓ દ્વારા ખેતીની જમીન મા નાંખવામા આવતા વિજ થાંભલાઓ* માટે ખેડુત તેમજ ગ્રામ પંચાયતની પરવાનગી લેવી ફરજીયાત કરવી તેમજ ખેડુતોને ખેડુતની સહમતી મુજબ વળતર આપવા મા આવે .
*7)સ્થાનિક યુવાનોને જીલ્લાના ઓધ્યોગીક એકમો મા સ્વમાન સાથે રોજગાર* આપવામા આવે.

*8) દિવસે દિવસે વધતા જતા ઔધ્યોગીક પ્રદુષણને નિયંત્રિત કરવા માટે* પ્રદુષણ નિયંત્રણ માટેની અધ્યતન ટેકનોલોજી નો ઉપયોગ કરવા માટે ની  જિલ્લામાં વ્યવસ્થા ગોઠવવામા આવે.
વગેરે પ્રશ્નો બાબતે આવો આપણે સૌ સાથે મળી *ખેડુત હિતરક્ષક દળ ના નેતૃત્વમાં મહેરબાન કલેક્ટર સાહેબને આવેદન આપી સરકારની ખેડુત વિરોધી નીતિ સામે “અમને ભીખ નહી, અમારો અધિકાર જોઈએ* ” ની માટે આપણે આપણી ખેડુત હોવાની નોંધ સરકાર ને કરાવીએ.

*તારીખ : ૦૭/૦૩/૨૦૧૯
                 ગુરૂવાર

*સમય : સવારે ૧૦.૩૦ કલાકે

*એકત્રિત થવાનું સ્થળ : કલેક્ટર કચેરી , ભરૂચ.
(ખેડુત ભાઈઓ ૧૦.૩૦ કલાકે સમયસર હાજર રહેવું )

યાકુબ ગુરજી
કોડીનેટર
ખેડુત હિતરક્ષક દળ
ભરૂચ

*નોંધ : – ભરૂચ જીલ્લાના એક એક ખેડૂત સુધી આ મેસેજ પહોંચાડવા વધારેમાં વધારે ફોરવર્ડ/શેર કરો*
*જે ખેડૂતો વોટ્સએપ, ફેસબુક જેવા સોસીયલ મીડિયા સાથે જોડાયેલ નથી કે વાપરતા નથી તેને આ મેસેજ વાંચી સંભળાવો અને દરેક ખેડૂતને આપણાં હક્કની લડત માટે એક દિવસનો સમય કાઢી સામેલ થવા સમજાવવા વિનંતી સહ કોડીનેટર યાકુબ ગુરજીના જય જવાન જય કિસાન*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY