૨૦૨૦નીરાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં હું નથી : હિલેરીકિલન્ટન

0
7

વોશિંગ્ટન,તા.૫
હિલેરીકિલન્ટલ સૌપ્રથમ વાર ૨૦૨૦ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં પોતે નહીં હોવાનો એકરાર કર્યો છે. એક સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં હિલેરી કિલન્ટે આ અંગે જણાવ્યું કે, ‘હું આગામી ૨૦૨૦માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં નથી. પરંતું હું જે માનું છું તે હું કહીશ અને તેના માટે કામ કરતી રહીશ.’
નોંધનીય છે કે હિલેરી કિલન્ટે ૨૦૧૬માં યુએસની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રમુખ દાવેદાર રહ્યા હતા. કિલન્ટનના મતે લોકો સમજે તે હું સુનિશ્ચિત કરીશ અને હું તેના માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશ.
‘હું કિયાંય નથી જઈ રહી. દેશના હિત માટે કરવું પડશે તે કરીશ. વર્તમાન સમયે યુએસમાં જે થઈ રહ્યું છે તે ખેરખર પીડાદાયક છે,’ તેમ કિલન્ટને જણાવ્યું હતું. કિલન્ટને ડેમોક્રેટ્‌સ પાર્ટીના સંભવિત ઉમેદવારો સાથે પણ બેઠક યોજી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડેમોક્રેટ્‌સ તરફથી જા બિડેન ઉમેદવારી નોંધાવી શકે છે. જા કે હજુ સુધી બિડેને પોતાની દાવેદારી પ્રત્યે કોઈ સ્પષ્ટતા કરી નથી. હિલેરી કિલન્ટને ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સરકારે લેકોનો વિશ્વાસ તોડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY