ઝઘડીયા તાલુકાના મુલદ ગામેથી એકને વિદેશી દારૂનુ વેચાણ કરતા એકટીવા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
19

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાં નાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલાનાઓના માર્ગ્ટશન હેઠળ એલ.સી.બીના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા પોલીસ માણસો દારૂ તેમજ જુગાર ની પ્રવૃતિ
અટ્કાવવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ઝઘડીયા તાલુકા ના મુલદ ગામે રેઇડ કરતા સુનીલભાઇ કનુભાઇ વસાવાને તેમની પાસેની એક્ટીવા મોટર સાઇકલ ઉપર ભારતીય બનાવટ ના વિદેશી દારૂ તથા બીયરની મળી કુલ બોટલ નંગ-૧૭ કિ.રૂ- ૨૧૦૦/ નો મુદામાલ તથા વેચાણના રોકડા રૂપિયા ૨૬૫૦/- તથા એકટીવા મો.સા.કિ રૂ.૫૦૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦૫૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૬૫૨૫૦/- ની સાથે પકડી પાડેલ છે તથા પકડાયેલ ઇસમને ભારતીય બનાવટ ના વિદેશી દારૂનું વેચાણ કરવા આપનાર ઇસમ લક્ષ્મણભાઇ ઉર્ફે બાબર મહેન્દ્રભાઇ વસાવા રહે,મુલદ તા-ઝઘડીયા વાળાને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે ઉપરોકત બન્ને ઇસમો વિરૂધ્ધ ઝઘડીયા પોસ્ટે.માં ગુન્‍હો નોધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY