ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી મેઘમણી કંપનીમાં આગના કારણે નાસભાગ

0
314

વહેલી સવારે કોઈ કારણોસર ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.

દહેજની ઇન્ડસ્ટ્રીઝમાં મેઘમણી ઓર્ગેનિક યુનિટ 3 ના સાયપર પ્લાન્ટમાં રસાયણની પ્રક્રિયા દરમિયાન એકા એક ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી.આગ એટલી ભીષણ હતી કે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાંજ
આગને કાબુમાં લેવાના સતત પ્રયાસો ચાલુ કરીને 8 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પર પહોંચીને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી.આગની ઘટનામાં 6 જેટલા કામદારો ગંભીર રીતે દાજી જતા તેમને સારવાર અર્થે ભરુચની હિલિંગટચ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.બનાવની સંદર્ભે દહેજ પોલીસે ઘટના સ્થળ પર દોડી આવીને તપાસ ચાલુ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY