વિદેશી બનાવટની બિયરના તથા ટવેરા ગાડીની મળી પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી દહેજ પોલીસ

0
8

રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક, ભરૂચ નાઓએ આગામી લોકસભા સામાનય ચૂંટણી-૨૦૧૯ અન્વયે અસરકારક પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ અટકાવવા માટે આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા સા.ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.દેસાઇ દહેજ મરીન પો.સ્ટે. નાઓને મળેલbબાતમી આધારે જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર દહેજ નાઓની સુચના મુજબ એક ટીમ બનાવી નાકાબંધીમાં મોકલતા ટવેરા ગાડી નંબર- જીજે-16- બીએન-5805 ના ચાલક સાદ્દીક મહમદ હુસેન મંસુરી રહે, મકદુમ પાર્ક, ન્યુ રસુલાબાદ સોસાયટી, મકતમપુર ભરૂચ તથા ડ્રાઇવરની બાજુની શીટ ઉપર બેસેલ લુકમાન આદમ ઇબ્રાહીમ પટેલ ભુરા રહે,દહેગામ,ભરૂચએ વિદેશી બનાવટના બિયરના ટીન નંગ-૨૧૬ દહેગામ તા.જી.ભરૂચ નાઓએ વિદેશી કિ,રૂ.૨૧,૬૦૦/- નો ટવેરા ગાડી કિમત રૂપિયા-૫,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ. ૧૬,૦૦૦/- મળી કુલ્લે- ૫,૪૦.૪૦૦/- ના મુદ્દામાલ સાથે ગે.કા. વગર પાસ પરમીટે નો વિદેશી બનાવટના બિયરના ટીનનો જથ્થો પોતાની ટવેરા ગાડીમાં વહન કરી એકબીજાની મદદગારીથી લઇ જતા પકડાઇ ગયેલ હોય, તેઓના વિરૂધ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ પો.સ.ઇ. આર.એસ.રાજપુત નાઓ ચલાવી રહેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY